- વોટ્સએપના લાખો ભારતીય યૂઝર્સ માટે રાહતના સમાચાર
- કેન્દ્ર સરકારે વોટ્સએપને પોતાની પ્રાઇવસી પોલિસી પાછો ખેંચવાનો આપ્યો આદેશ
- વોટ્સએપની પ્રાઇવસી પોલિસી ભારતના યૂઝર્સની પ્રાઇવસી માટે નુકશાનકારક
નવી દિલ્હી: વોટ્સએપના લાખો ભારતીય યૂઝર્સ માટે રાહતના સમાચાર છે. વોટ્સએપે થોડાક સમય પહેલા યૂઝર્સ માટે પ્રાઇવસી પોલિસી જાહેર કરી હતી જેને લઇને કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપને પોતાની પોલિસી પાછી ખેંચવાનો આદેશ આપ્યો છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર, કેન્દ્રીય આઇટી મંત્રાયલે WhatsAppને આદેશ આપતા જણાવ્યું હતું કે, વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી ભારતીય યૂઝર્સની પ્રાઇવસી અને રાઇટ્સ માટે નુકશાનકારક છે. તેના કારણે આ પ્રાઇવસી પોલિસી ત્વરિત પાછી ખેંચી લેવી જોઇએ.
IT Ministry directs WhatsApp to withdraw its new privacy policy: Govt sources
— Press Trust of India (@PTI_News) May 19, 2021
મંત્રાલયે કંપની પર ભેદભાવનો આરોપ લગાવતા કહ્યું હતું કે, વોટ્સએપ તેના યૂઝર્સની સાથે ભેદભાવ કરી રહ્યું છે. તે ઇન્ડિયન અને યૂરોપિયન યૂઝર્સની સાથે અલગ-અલગ વ્યવહાર કરી રહ્યું છે.
WhatsApp privacy policy changes undermines values of privacy, data security; harms rights of Indian citizens: IT Ministry sources
— Press Trust of India (@PTI_News) May 19, 2021
મંત્રાલયે એમ પણ ઉમેર્યું હતું કે, વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી અડચણરૂપ હોવા ઉપરાંત બિનજવાબદારપૂર્ણ પણ છે. વોટ્સએપ પોતાની સ્થિતિનો ગેરફાયદો ઉઠાવી રહ્યું છે. જે ટર્મ અને કન્ડિશન ભારતીય યૂઝર્સ માટે હોય છે તે યૂરોપિયન યૂઝર્સ માટે હોતા નથી.
મંત્રાલય અનુસાર વોટ્સએપની પ્રાઇવસી પોલિસી એ ભારતીય કાયદાનું ઉલ્લંઘન છે.
સરકારે બીજી તરફ વોટ્સએપને 7 દિવસની અંદર જવાબ દેવાનો આદેશ આપ્યો છે. જો સાત દિવસમાં વોટ્સએપ દ્વારા કોઇ જવાબ નહીં મળે તો તેની વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ સરકારે ચેતવણી આપી છે.