Site icon Revoi.in

કેન્દ્ર સરકારે વોટ્સએપને પ્રાઇવસી પોલિસી પાછો ખેંચવાનો આપ્યો આદેશ

Social Share

નવી દિલ્હી: વોટ્સએપના લાખો ભારતીય યૂઝર્સ માટે રાહતના સમાચાર છે. વોટ્સએપે થોડાક સમય પહેલા યૂઝર્સ માટે પ્રાઇવસી પોલિસી જાહેર કરી હતી જેને લઇને કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારે લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપને પોતાની પોલિસી પાછી ખેંચવાનો આદેશ આપ્યો છે.

પ્રાપ્ત અહેવાલ અનુસાર, કેન્દ્રીય આઇટી મંત્રાયલે WhatsAppને આદેશ આપતા જણાવ્યું હતું કે, વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી ભારતીય યૂઝર્સની પ્રાઇવસી અને રાઇટ્સ માટે નુકશાનકારક છે. તેના કારણે આ પ્રાઇવસી પોલિસી ત્વરિત પાછી ખેંચી લેવી જોઇએ.

મંત્રાલયે કંપની પર ભેદભાવનો આરોપ લગાવતા કહ્યું હતું કે, વોટ્સએપ તેના યૂઝર્સની સાથે ભેદભાવ કરી રહ્યું છે. તે ઇન્ડિયન અને યૂરોપિયન યૂઝર્સની સાથે અલગ-અલગ વ્યવહાર કરી રહ્યું છે.

મંત્રાલયે એમ પણ ઉમેર્યું હતું કે, વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી અડચણરૂપ હોવા ઉપરાંત બિનજવાબદારપૂર્ણ પણ છે. વોટ્સએપ પોતાની સ્થિતિનો ગેરફાયદો ઉઠાવી રહ્યું છે. જે ટર્મ અને કન્ડિશન ભારતીય યૂઝર્સ માટે હોય છે તે યૂરોપિયન યૂઝર્સ માટે હોતા નથી.

મંત્રાલય અનુસાર વોટ્સએપની પ્રાઇવસી પોલિસી એ ભારતીય કાયદાનું ઉલ્લંઘન છે.

સરકારે બીજી તરફ વોટ્સએપને 7 દિવસની અંદર જવાબ દેવાનો આદેશ આપ્યો છે. જો સાત દિવસમાં વોટ્સએપ દ્વારા કોઇ જવાબ નહીં મળે તો તેની વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ સરકારે ચેતવણી આપી છે.