Site icon Revoi.in

દેશમાં વધુ વસતી હોવાથી 2-3 મહિનામાં દરેકને રસીકરણ શક્ય નથી: આદર પૂનાવાલા

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર વચ્ચે વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દેશના અનેક રાજ્યોમાં વેક્સિનની અછત વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના ચીફ આદર પૂનાવાલાએ સ્પષ્ટતા કરી છે કે દેશના લોકોને નજરઅંદાજ કરીને બીજા દેશોમાં વેક્સિન નિકાસ કર્યાના આરોપો ખોટા છે. પૂનાવાલાએ કહ્યું હતું કે, તેમણે ક્યારેય દેશના લોકોના હિતોને નજરઅંદાજ કરી વેક્સિનની નિકાસ નથી કરી.

SIIએ વેક્સિનને લઇને એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, અમે ફરી એક વખત એ બાબત પર ભાર મૂકવા માંગીએ છીએ કે અમે ક્યારેય ભારતીય લોકોના હિતોને નજરઅંદાજ કરી વેક્સિનની નિકાસ નથી કરી. અમે દેશમાં રસીકરણ અભિયાનમાં સહકાર આપવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્વ છીએ.

પૂનાવાલાએ વેક્સિનને લઇને પડકારો અંગે કહ્યું હતું કે, ભારત વધુ વસતી ધરાવતો દેશ હોવાથી અહીંયા બે કે ત્રણ મહિનામાં રસીકરણ અભિયાન પૂર્ણ કરવું શક્ય નથી. તેમની કંપની કોવેક્સિનનું ઉત્પાદન વધારવાનો પ્રયાસ ચાલુ રાખશે. સીરમ આ વર્ષના અંત સુધીમાં બીજા દેશોને વેક્સિનની નિકાસ શરૂ કરશે.

નોંધનીય છે કે, ભારતમાં વેક્સિનેશન માટે બે કંપનીઓને વેક્સિનને સૌથી પહેલા મંજૂરી મળી ચૂકી હતી. જેમાં ભારત બાયોટેકની કોવિશિલ્ડ અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવેક્સિન સામેલ છે. કોરોનાની બીજી લહેર શરૂ થયા બાદ ભારતે અન્ય દેશોને વેક્સિનની નિકાસ 1 મહિના માટે રોકી દીધી હતી.