જમ્મૂ એરબેઝ અટેક બાદ ફરીથી જમ્મૂમાં ફ્લાઇંગ ઓબ્જેક્ટ દેખાયું, ડ્રોન હોવાનો પોલીસનો ઇનકાર
- જમ્મૂ એરબેઝ પર ડ્રોન અટેક બાદ ફરીથી ફ્લાઇંગ ઓબ્જેક્ટ દેખાયું
- જો કે આ ડ્રોન હોવાનો પોલીસે કર્યો ઇનકાર
- જમ્મૂમાં ડ્રોન અટેક બાદ 5 વાર ડ્રોન દેખાયા
નવી દિલ્હી: જમ્મૂ એરબેઝ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલાને એક સપ્તાહ થવા આવ્યું છે ત્યારે હવે ફરી એક વખત ત્યાં ફ્લાઇંગ ઓબ્જેક્ટ દેખાયું છે. જમ્મૂના સાંબા જીલ્લામાં બીરપુર પાસે તે જોવા મળ્યું હતું. જો કે પોલીસે તે ડ્રોન હોવાનો ઇનકાર કર્યો છે.
આપને જણાવી દઇએ કે જમ્મૂ એરબેઝ સ્ટેશન પર 26-27 જૂનની રાત્રે ડ્રોન વડે 2 વખત હુમલા થયા હતા. જો કે આ હુમલામાં કોઇ મોટું નુકસાન નહોતું થયું. જો કે આ વખતે પ્રથમ વખત ડ્રોન વડે આતંકવાદી હુમલો થયો હતો. ત્યારબાદ વારંવાર જમ્મૂ બાજુ ડ્રોન દેખાઇ રહ્યા છે અને અત્યારસુધીમાં 5 વાર ડ્રોન દેખાઇ ચૂક્યા છે.
તાજેતરમાં શુક્રવારે ઈન્ટરનેશનલ બોર્ડર પર અરનિયા સેક્ટર પાસે ડ્રોન દેખાયું હતું. જમ્મુ એરબેઝ એટેકના પછીના દિવસે જ કાલુચક મિલિટ્રી સ્ટેશન પાસે પણ ડ્રોન દેખાયું હતું. તે સિવાય કાલુચક, મિરાં સાહિબ અને કુંજવાની વિસ્તારમાં પણ ડ્રોન એક્ટિવિટી નોંધાઈ છે.
જમ્મુ એરબેઝ એટેકમાં ડ્રોનના ઉપયોગની પૃષ્ટિ તો થઈ ચુકી છે પરંતુ એરબેઝ ખાતેથી ડ્રોનના કોઈ પુરાવા નથી મળ્યા. આ કારણે હુમલા બાદ ડ્રોન પાછા જતા રહ્યા હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. આ હુમલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે.