- જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની મુશ્કેલી વધી
- મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા છે
- તેમને ઘરની બહાર જવાની મંજૂરી નથી
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની મુશ્કેલી વધી છે. મુફ્તીને નજરકેદ કરવામાં આવ્યા છે. તેમને ઘરની બહાર જવાની મંજૂરી નથી. માહિતી અનુસાર. તે સીર ત્રાલ પુલવામામાં એક પરિવારને મળવાની યોજના બનાવી રહી હતી. પરિવારે આરોપ લગાવ્યો છે કે સેનાએ તેમની સાથે કથિત રીતે હુમલો કર્યો હતો. જમ્મૂ અને કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ દાવો કર્યો હતો કે તેમને શ્રીનગરમાં નજરકેદ કરવામાં આવ્યા છે.
Locked up in my house today yet again for attempting to visit the village in Tral allegedly ransacked by army. This is the real picture of Kashmir that visiting dignitaries must be shown instead of GOIs sanitised & guided picnic tours. pic.twitter.com/Hp9wcuw1qT
— Mehbooba Mufti (@MehboobaMufti) September 29, 2021
મુફ્તીએ એવી પોસ્ટ કરી હતી કે, GOI અફઘાન લોકોના અધિકારો માટે ચિંતા વ્યક્ત કરે છે પરંતુ કાશ્મીરીઓને ઇરાદાપૂર્વક નકારે છે. મને આજે નજરકેદ રાખવામાં આવ્યા છે કારણ કે એડમિનના જણાવ્યા અનુસાર કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્યથી ઘણી દૂર છે.