Site icon Revoi.in

ઘાટીમાં મૃત્યુ પામેલા નાગરિકોનો બદલો લેવામાં આવશે: મનોજ સિંહા

Social Share

નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી જમ્મૂ કાશ્મીર ઘાટીમાં વારંવાર આતંકી હુમલા થઇ રહ્યા છે. આ હુમલાની જમ્મૂ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ નિંદા કરી છે.

આતંકીઓને જડબાતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે તેવું કહેતા તેઓએ કહ્યું હતુ કે, આતંકવાદની ઇકોસિસ્ટમનો નાશ કરીને આ મોતનો બદલો લેવામાં આવશે. કેન્દ્ર સરકારે ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા દળોની મદદથી પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રણનીતિ તૈયાર કરી છે અને તેના પર ટૂંક સમયમાં કાર્યવાહી કરાશે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું આ દુર્ભાગ્યપૂર્ણ હત્યાઓની જવાબદારી લઉં છું. અમે એક યોજના બનાવી છે જેથી ઘાટીમાં આવી હત્યાઓ ના થાય અને ટૂંક સમયમાં જ તેને જમીન સ્તરે લાગુ કરવામાં આવશે. છેલ્લા બે વર્ષમાં જમ્મૂ કાશ્મીરમાં પ્રવાસન, સમૃદ્વિ અને વિકાસને વેગ મળ્યો છે. જેઓ આ સહન નથી કરી શકતા તેઓએ શાંતિ ભંગ કરવા માટે આવી ઘટના કરી છે. જે લોકો ખીણમાં મૃત્યુ પામ્યા છે તેમના મૃત્યુનો બદલો લેવામાં આવશે.

‘એ સાચું છે કે હવે કાશ્મીરમાં કોઈ પથ્થરમારો નથી થઈ રહ્યો. પર્યટન વધ્યું છે કારણ કે, સમગ્ર ભારતમાંથી લોકો અહીં આવવાનું સલામત માને છે. જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની વાત છે, કાશ્મીર ખૂબ સારું કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આવી હત્યાઓ ફરી નહીં થાય. તાજેતરમાં ઘાટીમાં થયેલી હત્યાઓનો ઉલ્લેખ કરતા મનોજ સિંહાએ કહ્યું હતું કે, “એ પણ સાચું છે કે કેટલાક લોકો પરિસ્થિતિનો ખોટો લાભ લઈ રહ્યા છે. તેમને વહીવટી નિષ્ફળતા કહેવાને બદલે આની ચર્ચા થવી જોઈએ. દેશમાં દરેક વ્યક્તિએ આ હુમલાઓ (Attacks)ની નિંદા કરવી જોઈએ. તેમણે દેશના લોકોને વિનંતી કરી કે જેઓ આ મુદ્દાઓ જાણી જોઈને પાટા પરથી ઉતરી રહ્યા છે તેમના શિકાર ન બનો.