- જમ્મૂ કાશ્મીરમાં આતંકી હુમલો
- આતંકીઓએ સેનાની બસ પર કર્યો આતંકી હુમલો
- આ આતંકી હુમલામાં 10 જવાનો ઇજાગ્રસ્ત
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. શ્રીનગરમાં સેનાની બસ જઇ રહી હતી ત્યારે આતંકીઓએ હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં ઓછામાં ઓછા 14 જવાનો ઇજાગ્રસ્ત થયા છે અને 3 જવાન શહીદ થયા છે.
શ્રીનગરની બોર્ડર પાસે આવેલા જેવનમાં આતંકીઓએ આ આતંકી હુમલાને અંજામ આપ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, જેવનમાંથી જ્યારે જમ્મૂ કાશ્મીરની 9મી બટાલિયનથી ભરેલી બસ પસાર થઇ રહી હતી ત્યારે અચાનક આતંકીઓએ હુમલાને અંજામ આપ્યો હતો જેમાં 14 જવાનો ઘાયલ થયા હતા અને તેમાંથી 3 જવાનો શહીદ થયા છે.
આતંકવાદીઓએ પંથા ચોક-ખોનમોહ રોડ પર ભારતીય રિઝર્વ પોલીસ (IRP)ની 9મી બટાલિયનના વાહન પર અંધાધૂંધ ફાયરિંગ કર્યુ. ફાયરિંગમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમાંથી ચારની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમને કહ્યું તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.