કેન્દ્રીય મંત્રી બનતા પહેલા જ જ્યોતિરાદિત્ય સિંધિયાનું એકાઉન્ટ થયું હતું હેક, હેકર્સે તેમનો કોંગ્રેસના વખાણ કરતો વીડિયો કર્યો પોસ્ટ
- કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્યના મંત્રી તરીકેના શપથ પહેલા જ તેમનું એકાઉન્ટ હેક
- હેકર્સે એકાઉન્ટ હેક કરીને તેમનો કોંગ્રેસનો વખાણ કરતો જૂનો વીડિયો કર્યો પોસ્ટ
- જો કે બાદમાં માત્ર ગણતરીની મિનિટોમાં તેમનું એકાઉન્ટ રિકવર કરાયું
નવી દિલ્હી: ગઇકાલે હજુ કેબિનેટ વિસ્તરણ થયું જ હતું અને જ્યોતિરાદિત્ય સિંધિયા હજુ તો કેન્દ્રીય મંત્રી તરીકેના શપથ ગ્રહણ નહોતા કર્યા ત્યાંજ કંઇક એવું થયું કે અફરાતફરી મચી જવા પામી. હકીકતમાં જ્યોતિરાદિત્યના શપથ ગ્રહણ બાદ કોઇ અજાણ્યા વ્યક્તિએ તેમનું ફેસબૂક એકાઉન્ટ હેક કર્યું હતું. અને હેકરે તેમના જ એકાઉન્ટ પર અમૂક જૂના વીડિયો અપલોડ કર્યા હતા.
હેકરે જે વીડિયો અપલોડ કર્યા હતા તે વીડિયો સિંધીયા જ્યારે કોંગ્રેસમાં નેતા હતા તે સમયના હતા. જો કે સિંધીયાની ટીમ દ્વારા એકાઉન્ટને થોડાક જ સમયમાં રિકવર કરી લેવામાં આવ્યું હતું. તેઓ અત્યારસુધી રાજ્યસભાના સદસ્ય હતા. પરંતુ ગઇકાલે જ કેન્દ્રીય મંત્રીના શપથ લીધા હતા.
પ્રાપ્ત જાણકારી અનુસાર રાત્રીના 12.23 વાગે તેમનું ફેસબૂક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું. બાદમાં હેકરોએ તેઓ જ્યારે કોંગ્રેસમાં હતા તે સમયની વિડીયો અપલોડ કર્યો હતો. જો કે વીડિયો અપલોડ થયા બાદ સિંધીયાની ટીમ હરકતમાં આવતા તેમનું એકાઉન્ટ ગણતરીની મિનિટોમાં રિકવર કરવામાં આવ્યું હતું.
જેણે પણ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાનું એકાઉન્ટ હેક કર્યું તે વધુ સમય સુધી તે એકાઉન્ટ યૂઝ ના કરી શક્યો. કુલ 4 મિનિટ જેટલા સમયગાળા માટે હેકરના હાથમાં એકાઉન્ટ આવ્યું હતું. પરંતુ સિંધીયાની ટીમે તેને ફરી રિકવર કરી લીધું હતું.