- કર્ણાટકના CM બસવરાજ બોમ્માઇ પીએમ મોદીની લેશે મુલાકાત
- આ મુલાકાત દરમિયાન કેબિનેટ વિસ્તરણ પર થઇ શકે ચર્ચા
- આ ઉપરાંત અનેક કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ કરશે મુલાકાત
નવી દિલ્હી: કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ બસવરાજ બોમ્મઇ આજે દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ મુલાકાત કરસે. આ બેઠકમાં બસવરાજ બોમ્માઇ પાર્ટી હાઇકમાન્ડ સાથે ચર્ચા કરીને કેબિનેટ વિસ્તરણ અંગે પણ ચર્ચા કરશે.
આપને જણાવી દઇએ કે કર્ણાટકના 23મા મુખ્યપ્રધાન તરીકે બસવરાજ બોમ્માઇએ બુધવારે શપથ ગ્રહણ કર્યાહતા. શપથ ગ્રહણ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પા સહિતના કેન્દ્ર અને રાજ્યના વરિઠ નેતાઓએ હાજરી આપી હતી. બસવરાજ બોમ્માઇના પિતા એસ.આર. બોમ્માઇએ વર્ષ 1988માં 281 દિવસ સુધી મુખ્યપ્રધાન પદનો કાર્યકાળ સંભાળ્યો હતો.
બોમ્માઇ લિંગાયત સમુદાયના છે અને તેમને ખાસ કરીને યેદિયુરપ્પાના નિકટવર્તી માનવામાં આવે છે. બસવરાજ બોમ્માઇએ રાજકીય કારકિર્દીની શરૂઆત JDUથી કરી હતી અને બાદમાં વર્ષ 2008માં તેઓ ભાજપમાં જોડાયા હતા.
નોંધનીય છે કે, 2008 ની કર્ણાટક રાજ્યની ચૂંટણીમાં બોમ્મઇ હવેરી જિલ્લાના શિગગાંવ મત વિસ્તારમાંથી ચૂંટાયા હતા. બોમ્મઇ મિકેનિકલ એન્જિનિયરિંગમાં(Mechanical engineering) સ્નાતક છે.