Site icon Revoi.in

સુપ્રીમની કેન્દ્રને ટકોર – કાયદા લાગુ કરવાથી રોકશો કે અમે પગલાં ઉઠાવીએ

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સોમવારના કિસાન આંદોલન સાથે સંબધિત અરજીઓ પર સુનાવણી કરી હતી અને કેન્દ્ર સરકારને ટકોર કરી છે. કોર્ટે કેન્દ્ર સરકારને ટકોર કરતા કહ્યું હતું કે, આંદોલનમાં ખેડૂતોના જીવ જઇ રહ્યાં છે, એવામાં સરકાર અત્યારે કાયદા પર રોક લગાવશે કે કોર્ટ જ આદેશ જારી કરે.

મુખ્ય ન્યાયાધીશે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, સરકારની આ દલીલ નહીં ચાલે કે તે અન્ય કોઇ સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. તમે કેવી રીતે હલ કરી રહ્યા છો? સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે 41 ખેડૂત સંગઠનો કાયદો પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે, નહીં તો તેઓ આંદોલનને ચાલુ રાખવાનું કહી રહ્યા છે.

ચીફ જસ્ટીસે ઉમેર્યુ હતું કે, અમારી પાસે એવી કોઇપણ દલીલ આવી નથી જેમાં આ કાયદાની પ્રશંસા કરવામાં આવી હોય. અમે ખેડૂતો મામલે નિષ્ણાત નથી, પરંતું શું તમે કાયદાને રોકશો અથવા અમે પગલાં ઉઠાવીએ. સ્થિતિ સતત વણસી રહી છે, લોકો મરી રહ્યા છે અને ઠંડીમાં ત્યાં બેઠા છે. ત્યાં ખાવા-પીવાની સંભાળ કોણ લઇ રહ્યું છે?

સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું હતું કે, અમને નથી ખબર કે મહિલાઓ અને વૃદ્વોને ત્યાં કેમ અટકાવવામાં આવી રહ્યાં છે.  આવી ઠંડીમાં તે કેમ થઇ રહ્યું છે. અમે નિષ્ણાત સમિતિનું ગઠન કરવા માંગીએ છીએ, ત્યાં સુધી સરકાર આ કાયદો બંધ કરશે નહીં તો અમે કાર્યવાહી કરીશું.

ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, અમે કાયદાને પાછો ખેંચવાની વાત કરી રહ્યા નથી. અમે એટલું જ પૂછી રહ્યા છીએ કે, તમે તેને કઇ રીતે સંભાળી રહ્યા છો. અમે તે નથી સાંભળવા માંગતા કે આ મામલો કોર્ટમાં જ હલ થયો અથવા નથી થયો. અમે માત્ર એટલું જ ઇચ્છીએ છીએ કે, તમે આ મામલે વાતચીતથી ઉકેલ લાવી શકો છો. જો તમે ઇચ્છતા તો કહી શકતા કે, મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી કાયદો લાગુ નહીં કરીએ. કોર્ટે કહ્યું કે અમે એ બાબતથી અજાણ છીએ કે, તમે સમસ્યાનો ભાગ છો અથવા સમાધાનનો ભાગ છો.

(સંકેત)