Site icon Revoi.in

હવે વ્હોટ્સએપ પર ટ્રેનનું સ્ટેટ્સ જાણી શકાશે, સમયની થશે બચત

Social Share

નવી દિલ્હી: ટ્રેન ટિકિટ બૂક કરાવ્યા બાદ પણ મુસાફરોને ટ્રેનનું અરાઇવલ સ્ટેટસને લઇને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તેથી જ તમારી ટ્રેનનું સ્ટેટસ શું છે તે અગાઉથી જાણી લેવું ફાયદાકારક છે. એટલે કે ક્યાંક તમારી ટ્રેન કેન્સલ તો નથી થઇને, લેટ તો નથી થઇને કે પછી અત્યારે ટ્રેન ક્યાં પહોંચી છે. જો તમને આ દરેક વસ્તુ વિશે પહેલાથી જ માહિતી હશે તો તમારે પ્લેટફોર્મ પર અગાઉથી આવીને સમયનો વેડફાટ કરવાની નોબત નહીં આવે.

જે ટ્રેનથી મુસાફરી કરવાના છો તેનું સ્ટેટ્સ જાણવા માટે તમારે +91-9881193322 પર પોતાનો પીએનઆર નંબર લખીને વ્હોટ્સએપ કરવું પડશે. ત્યારબાદ તમને તાત્કાલિક ટ્રેન વિશે જાણકારી મળવાનું શરૂ થઇ જશે. Railofyએ આ સર્વિસનો પ્રારંભ કર્યો છે જેથી તમે સરળતાપૂર્વક રિયલ-ટાઇમ પીએનઆર સ્ટેટસ અને ટ્રેન યાત્રા સાથે જોડાયેલી જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

આ રીતે તમને જાણકારી મળશે
1. સૌથી પહેલાં પોતાના સ્માર્ટફોનમાં નંબર +91-9881193322 ને સેવ કરો. આ Railofy નો ઇન્કવાયરી નંબર છે.
2. ત્યારબાદ WhatsApp ઓપન કરો અને ન્યૂ મેસેજ બટન પર ક્લિક કરી Railofy ના નંબરને ઓપન કરો.
3. તમારો 10 ડિજિટનો પીએનઆર નંબર લખો અને તેને મોકલી દો.
4. તમને તાત્કાલિક જ તમારી ટ્રેન સાથે જોડાયેલી  જાણકારી મળવાનું શરૂ થઇ જશે.

Railofyની સેવા સંપૂર્ણપણે નિ:શુલ્ક છે. આ સેવાનો ફાયદો લેવા માટે પ્લેટફોર્મથી ટિકિટ બૂક કરવાની કોઇ આવશ્યકતા નથી. વ્હોટ્સએપ દ્વારા ટ્રેનનું લાઇવ સ્ટેટ્સ તે જગ્યાઓ પર ખૂબ કામનું સાબિત થાય છે જ્યાં લો નેટવર્કની સમસ્યાઓ હોય છે. જો તમે આ સેવા બંધ કરવા માંગો છો તો STOP લખીને પણ મોકલી શકો છો.

(સંકેત)