- લખીમપુર હિંસા મામલે સુપ્રીમ કોર્ટની તવાઇ બાદ યુપી પોલીસ એક્શનમાં
- ઘટનામાં સામેલ આશીષ પાંડે અને લવ કુશને કસ્ટડીમાં લેવામાં આવ્યા
- બંનેની પૂછપછ કરાઇ રહી છે
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના લખીમપુરમાં થયેલી હિંસાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે. અનેક વિપક્ષી દળો આ કેસમાં કાર્યવાહી કરવા માટે માંગ કરી રહ્યા છે અને તે ઉપરાંત આ કેસની તપાસ હવે એક નિવૃત્ત જજને સોંપવામાં આવી છે. તે માટે કમિશનનું પણ ગઠન કરાયું છે. આ વચ્ચે હવે લખીમપુર હિંસા મામલે આશીષ પાંડે અને લવ કુશને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. બંનેની પૂછપછ કરાઇ રહી છે. ઘટના સમયે આ બંને સામેલ હતા. પોલીસને ઘટનાસ્થળેથી કારતૂસ પણ મળ્યા છે.
સુપ્રીમ કોર્ટે પણ લખીમપુર હિંસા મામલે કડક વલણ અખત્યાર કર્યું છે જેને લઇન યૂપી પોલીસ તાબડતોબ એક્શનમાં આવી છે. પોલીસ એક્શનમાં આવતા આશીષ પાંડે અને લવ કુશના નામના બે આરોપીઓની ધરપકડ કરાઇ છે. બંને પર તે ગાડીમાં હાજર રહેવાનો આરોપ છે જે જીપ થારની પાછળ પાછળ ચાલી રહી હતી.
અગાઉ લખીમપુર હિંસા મામલે પ્રિયંકા ગાંધીએ રોષ ઠાલવ્યો હતો કે પીડિત પરિવારજનોને ન્યાય ક્યારે મળશે. જો તે ગૃહ રાજ્યમંત્રી રહેશે તો ન્યાય કેવી રીતે મળશે તે એક સવાલ છે. આ બધુ તેના નીચે આવે છે. જ્યાં સુધી તે દોષિતોને સસ્પેન્ડ નહીં કરે અને જ્યાં સુધી છોકરાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તે અડગ રહેશે કારણ કે હું તે પરિવારોને વચન આપ્યું છે.