1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. આરટીઆઇમાં ખુલાસો: વર્ષ 2014થી 2019 વચ્ચે 7,94,354 કરોડ રૂપિયાની લોન રાઇટ ઑફ થઇ
આરટીઆઇમાં ખુલાસો: વર્ષ 2014થી 2019 વચ્ચે 7,94,354 કરોડ રૂપિયાની લોન રાઇટ ઑફ થઇ

આરટીઆઇમાં ખુલાસો: વર્ષ 2014થી 2019 વચ્ચે 7,94,354 કરોડ રૂપિયાની લોન રાઇટ ઑફ થઇ

0
Social Share
  • એક આરટીઆઇમાં એનડીએ સરકાર દરમિયાન લોન રાઇટ ઑફની ચોંકાવનારી માહિતી સેમ આવી
  • એનડીએ સરકારના શાસનમાં ત્રણ ગણી વધુ લોન માંડી વાળવી પડી
  • એનડીએના શાસનમાં 7,94,354 કરોડ રૂપિયાની લોન રાઇટ ઑફ કરવી પડી હતી

નવી દિલ્હી: દેશમાં બેંક કૌભાંડો, ગોટાળા અને ભ્રષ્ટાચારના મુદ્દે યુપીએ સરકાર પર સતત આરોપો કરનારી એનડીએ સરકારના શાસનમાં ત્રણ ગણી વધુ લોન માંડી વાળવી પડી હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી.

એક આરટીઆઇ અરજીમાં આ ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આરટીઆઇ અનુસાર વર્ષ 2004થી 2014 વચ્ચેના સમયગાળામાં મનમોહન સિંઘની સરકારના શાસનમાં જેટલી લોન રાઇટ ઑફ કરવી પડી હતી તેના કરતાં ત્રણ ગણી લોન નરેન્દ્ર મોદીના પહેલાં પાંચ વર્ષમાં રાઇટ ઑફ કરવી પડી હતી.

મનમોહન સિંઘની સરકાર હતી ત્યારે બેંકોએ 2,20,328 કરોડ રૂપિયાની લોન રાઇટ ઑફ કરવી પડી હતી. બીજી બાજુ એનડીએના ફક્ચ પાંચ વર્ષમાં એટલે કે વર્ષ 2014થી 2019 વચ્ચે 7,94,354 કરોડ રૂપિયાની લોન રાઇટ ઑફ કરવી પડી હતી.

આરટીઆઇમાં દર્શાવેલી માહિતી મુજબ મોદી સરકારના શાસનમાં સરકારી બેંકો ઉપરાંત પ્રાઇવેટ બેંકો અને વિદેશી બેંકોની લોન રાઇટ ઑફ કરવાની પણ પરિસ્થિતિ સર્જાઇ હતી. જેમને પોતાની લોન રાઇટ ઓફ કરવી પડી હતી એવી જાહેર ક્ષેત્રની બે ડઝન, પ્રાઇવેટ સેક્ટરની 3 ડઝન, નવ શેડ્યુલ્ડ કમર્શિયલ બેંક અને ચાર વિદેશી બેંકોનો સમાવેશ થયો હતો.

કોંગ્રેસના દસ વર્ષના શાસન દરમિયાન જાહેર ક્ષેત્રની બેંકોની 1,58, 994 કરોડ, ખાનગી બેંકોની 41,391 કરોડની લોન રાઇટ ઑફ કરવી પડી હતી. એની સામે મોદી સરકારના પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોની 6,24,370 કરોડની, ખાનગી બેંકોની 1,51, 989 કરોડની અને વિદેશી બેંકોની 17,995 કરોડની લોન રાઇટ ઑફ કરવાની ફરજ પડી હતી.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code