Site icon Revoi.in

કેરળમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા 8 મેથી 16 મે સુધી લોકડાઉન જાહેર

Social Share

કેરળ: સમગ્ર દેશમાં દૈનિક ધોરણે કોરોનાના 3 લાખથી વધુ કેસ આવી રહ્યા છે. કેરળમાં પણ કોરોના સંક્રમણ અનિયંત્રીત બની રહ્યું છે ત્યારે હવે કેરળ સરકારે કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા માટે 8 મે થી 16 મે સુધી લોકડાઉન જાહેર કર્યું છે.

કેરળમાં બુધવારે કોવિડ -19 ના નવા 41,953 કેસ નોંધાયા છે, જે એક જ દિવસમાં સૌથી વધુ કોરોનાના કેસ છે. કોરોનાના સતત નવા કેસ બાદ કોરોના સંક્રમણની ચેન તોડવા માટે એકમાત્ર વિકલ્પ લોકડાઉન રહેતા કેરળ સરકારે લોકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લીધો હતો.

સંક્રમણની પરિસ્થિતિની ગંભીરતા જણાવતા મુખ્યમંત્રી પિનરાય વિજયનને કહ્યું કે, કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે, વધુને વધુ કડક પગલા લેવાની આવશ્યકતા હોવાથી તે લેવામાં આવશે. કેરળમાં કોરોનાના કેસમાં જંગી ઉછાળો આવતા હાલની સ્થિતિને પહોંચી વળવા માટે ત્યાં સરકારી અધિકારીઓ તેમજ મેડિકલ વિદ્યાર્થીઓની તૈનાતી કરવામાં આવી છે.

કેરળના મુખ્યપ્રધાને અધિકારીઓ સાથે સંક્રમણની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ કહ્યું હતું કે, વોર્ડ કક્ષાની સમિતિઓને વધુ મજબૂત બનાવવા સૂચના અપાઇ છે. જે તે વિસ્તારના તબીબી વિદ્યાર્થીઓને રેપિડ કામગીરી માટે ટીમમાં સામેલ કરાશે.

બુધવારે કેરળમાં કોરોનાના સૌથી વધુ 41,953 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 23,106 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 17,43,932 થઇ ચૂકી છે.