Site icon Revoi.in

દિલ્હીમાં કોરોના સંક્રમણ યથાવત્, ચોથી વખત વધી શકે છે લોકડાઉન

Social Share

નવી દિલ્હી: દિલ્હીમાં કોરોનાનો કહેર યથાવત્ છે ત્યારે સતત વધતા કેસને ધ્યાનમાં રાખતે ત્યાં 17મે સુધી લોકડાઉન લંબાવાય તેવી શક્યતા છે. મુખ્યમંત્રી કેજરીવાલ આજે તેને લઇને જાહેરાત કરી શકે છે.

દિલ્હીમાં કડક નિયંત્રણો છતાં પણ કોરોનાના કેસની ગતિ સ્ફોટક છે અને સ્થિતિને અંકુશમાં રાખવા માટે વધુ નિયંત્રણોની આવશ્યકતા લાગતા લોકડાઉન લંબાવાય તેવી શક્યતા પ્રબળ બની છે. દિલ્હીમાં અત્યારસુધી 3 વાર લોકડાઉન લગાવાયું છે અને હવે ચોથી વખતે તેને લંબાવાશે.

એક સર્વેક્ષણના આધારે દિલ્હીના 85 ટકા લોકો વધુ એક સપ્તાહના લોકડાઉનના સમર્થનમાં જોવા મળી રહ્યા છે. તો 70 ટકા લોકો ઇચ્છે છે કે પાબંધી વધારી દેવામાં આવે. 47 ટકા ઇચ્છે છે કે તે 3 સપ્તાહ સુધી લોકડાઉન રહે.

બીજી તરફ દિલ્હીના 480 સંગઠનમાંથી લગભગ 315 સંગઠનો લોકડાઉન સપ્તાહ સુધી વધારવાના સમર્થનમાં છે. 60 સંગઠનોએ 2 સપ્તાહ લોકડાઉન વધારવાનું કહ્યું છે અને 100 સંગઠનોએ લોકડાઉન હટાવવા માટે કહ્યું છે.

(સંકેત)