Site icon Revoi.in

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને લગાવી ફટકાર, કહ્યું – નારેબાજીમાં હરીફાઇ ના કરો

Social Share

નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી વિપક્ષ દ્વારા કરાતી સતત ધાંધલથી સતત ખોરવાઇ રહી છે. લોકસભામાં મંગળવારે પણ પેગાસસ જાસૂસી કાંડ અને કૃષિ કાયદા મુદ્દે ખૂબ હોબાળો મચ્યો હતો. જેના કારણે સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરીને વિપક્ષી સાંસદોને ફટકાર લગાવી હતી.

લોકસભામાં વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે સ્પીકેર નારજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, તમે સદનમાં નારેબાજીની સ્પર્ધા ના કરો. આ બધુ દેશની જનતા જુએ છે. સદનમાં તમારે જનતાની સમસ્યાઓ બતાવવા માટે હરીફાઇ કરવી જોઇએ.

બિરલાએ હંગામો કરી રહેલા સભ્યોને કહ્યું કે જો સભ્યો ચર્ચા ઈચ્છે, પોતાની વાત રજુ કરવા માંગે કે પોતાની કોઈ ફરિયાદ વ્યક્ત કરવા માંગતા હોય તો તેમને ભરપૂર સમય અને તક આપવામાં આવશે. અધ્યક્ષે કહ્યુંકે તમે તમારી જગ્યા પર જાઓ અને કાર્યવાહી ચાલવા દો. હું સરકાર સાથે વાત કરીશ.

લોકસભા સ્પીકરે કહ્યું કે જો કોઈની વ્યક્તિગત પીડા હોયતો વ્યક્તિગત રીતે મળી શકે છે. સભ્ય સામૂહિક રીતે મને મળી શકે છે. પરંતુ સંસદ ચાલવી જોઈએ કારણ કે જનતા પણ તે જ ઈચ્છે છે. આપણે તેમની સમસ્યાઓ દૂર કરવી જોઈએ. તેમણે કહ્યું કે દેશની જનતાએ તમને નારેબાજી કરવા માટે અને બેનર લહેરાવવા માટે નથી મોકલ્યા.

સદનમાં કોંગ્રેસ,તૃણમૂલ કોંગ્રેસ, સહિત વિપક્ષી સાંસદોના હંગામાના કારણે લોકસભાની કાર્યવાહી મંગળવારે બે-ત્રણ વાર સ્થગિત કરવી પડી.