Site icon Revoi.in

કૃષિ આંદોલનને લઇને રાકેશ ટિકૈતે સરકારને આપી ચીમકી, જાણો શું કહ્યું?

Social Share

નવી દિલ્હી: છેલ્લા દોઢ વર્ષથી સરકારના નવા 3 કૃષિ કાયદા વિરુદ્વ આંદોલન કરી રહેલા ખેડૂતોના આગેવાન રાકેશ ટિકૈતે સરકારને ફરી ચિમકી આપી છે. રાકેશ ટિકૈતે કહ્યું છે કે, ખેડૂતો પાછા નહીં ફરે. તે ત્યાં જ રહેશે. સરકારને વાતચીત કરવી જોઇએ. અમે 5 સપ્ટેમ્બરે મોટી પંચાયત બોલાવી છે. આગળનો જે પણ નિર્ણય હશે તે નિર્ણય અમે તેમાં લઇશું. સરકાર પાસે બે મહિનાનો સમય છે. પોતાનો નિર્ણય સરકાર કરી લે અને ખેડૂતો પણ પોતાનો નિર્ણય કરી લેશે. એવું લાગી રહ્યું છે કે દેશમાં યુદ્વ થશે.

રામપુર પહોંચેલા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે, અમે ડિઝલને લઇને આંદોલન કરી રહ્યા છે તો સરકાર કહી રહી છે કે મોંઘવારીથી તમારો શું મતલબ છે? ડિઝલ ખરીદી રહ્યા છે. જોઇએ છે કે સરકાર સબસિડી આપે છે કે નહીં. ખેડૂત પોતાના ખિસ્સામાંથી ખરીદી કરી રહ્યા છે. શેરડીની ખરીદી નથી થઇ રહી. તરાઇવાળી બેલ્ટને નુકસાન થઇ રહ્યું છે. હાલત એ છે કે દેશમાં ખેડૂતોને નુકસાન છે.

કાયદા અંગે ટિકૈતે કહ્યું હતું કે, સરકાર જે કાયદો લાવી છે તેનાથી વધુ નુકસાન થશે. સરકાર કાયદો પરત લે અને ખેડૂતો સાથે બેસીને વાત કરે. નહીં તો આંદોલન ચાલુ રહેશે. અમે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છીએ માટે સરકાર અમારું સાંભળી નથી રહી. ક્રાંતિકારી રીતે આંદોલન કરીશું તો જ સરકાર સાંભળશે.