Site icon Revoi.in

શિવરાજ કેબિનેટે લવ જિહાદ બિલના ડ્રાફ્ટ પર લગાવી મહોર

Social Share

ભોપાલ: સમગ્ર દેશમાં લવ જિહાદની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે હવે અનેક રાજ્યો તેના વિરુદ્વ કાયદો ઘડી રહી છે. આ જ દિશામાં હવે મધ્યપ્રદેશની શિવરાજ સરકારે લવ જિહાદ વિરુદ્વ ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020ના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. શનિવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ ડ્રાફ્ટ પર મહોર લગાવી છે. હવે આ બિલને વિધાનસભાના શિયાળું સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે. વિધાનસભામાંથી પાસ થયા બાદ ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020 કાયદો બની જશે.

આ અંગે મધ્યપ્રદેશના ગૃહ મંત્રી ડૉ. નરોત્તમ મિશ્રાએ જણાવ્યું હતું કે ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020 ડ્રાફ્ટમાં કુલ 19 જોગવાઇ છે. તેમના અનુસાર મધ્યપ્રદેશમાં બનવા જઇ રહેલા લવ જિહાદનો કાયદો બીજા રાજ્યોમાં બનેલા કાયદાઓ કરતાં વધુ કડક હશે. તેમાં દોષિતને 10 વર્ષની સજાની જોગવાઇઓ કરવામાં આવી છે. અગાઉ ઉત્તર પ્રદેશની યોગી સરકાર લવ જિહાદ વિરુદ્વ કાયદાને અધ્યાદેશ દ્વારા અમલમાં લાવી ચૂકી છે.

નોંધનીય છે કે, હવે મધ્યપ્રદેશની શિવરાજ સરકાર પણ ઉત્તરપ્રદેશના સરકારની રાહ પર ચાલી રહી છે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે લવ જિહાદ વિરુદ્વ અધ્યાદેશ દ્વારા જે કાયદો લાગૂ કર્યો છે, તેમાં બિન જામીન કલમો હેઠળ કેસ દાખલ કરવા અને 10 વર્ષની કઠોર સજાની જોગવાઇ છે.

(સંકેત)