Site icon Revoi.in

ભાજપના 12 ધારાસભ્ય સામે કરાઇ કાર્યવાહી, એક વર્ષ માટે સસ્પેન્ડ કરાયા, આ છે કારણ

Social Share

મુંબઇ: મહારાષ્ટ્ર સરકારના વિધાનસભા અધિવેશનના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ ભાજપના ધારાસભ્યોએ ખૂબ જ હોબાળો મચાવ્યો છે. પ્રથમ દિવસે ગૃહની સીડીઓ પર ભાજપના નેતાઓએ નારા લગાવ્યા અને ત્યારબાદ સ્પીકરની કેબિનમાં જઇ અધિકારીઓ સાથે ધક્કા મુક્કી કરવાનો આરોપ છે.

આ મામલા બાદ તમામ સત્તા પક્ષના મંત્રીઓ તેમજ ધારાસભ્યોએ ભાજપના ધારાસભ્યો વિરુદ્વ કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારબાદ ભાજપના 12 ધારાસભ્યોને ગૃહમાંથી એક વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ભાજપના જે 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના નામ સંજય કુટે, આશીષ શેલાર, અભિમન્ય પવાર, ગિરીશ મહાજન, અતુલ ભાતખલકર, પરાગ અલવાની, હરીશ પિંપલે, રામ સાતપુતે, વિજય રાવલ, યોગેશ સાગર, નારાયણ કુચે, કીર્તિ કુમાર છે.

નવાબ મલિકે ભાજપના ધારાસભ્યોના નામ લેતા કહ્યુ કે, આ ધારાસભ્યોએ સ્ટેજ પર જઈ પીઠાસીન અધિકારીઓની સાથે ધક્કા-મુક્કી કરી ગૃહની અંદર નેતા વિપક્ષે પોતાના સ્પીકરનું માઇક તોડ્યુ છે. ત્યારબાદ જ્યારે હાઉસ સ્થગિત થઈ ગયુ. ત્યારે ભાજપના નેતાઓએ સ્પીકરની કેબિનમાં જઈને અધિકારીઓ સાથે 15 મિનિટ સુધી ધક્કામુક્કી કરી.