- કોંગ્રેસ પાર્ટીથી મોટા સમાચાર
- મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુષ્મિતા દેવે રાજીનામું આપ્યું
- અગાઉ તેણે, પોતાની ટ્વિટર પ્રોફાઇલ પણ બદલી નાખી હતી
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીના મોટા સમાચાર આવી રહ્યા છે. મહિલા કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષ અને પાર્ટીના વરિષ્ઠ નેતા સુષ્મિતા દેવે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. અગાઉ, તેણે પોતાની ટ્વિટર પ્રોફાઇલ પણ બદલી નાખી હતી. જેમાં સુષ્મિતા દેવે પોતાને કોંગ્રેસના ભૂતપૂર્વ સભ્ય ગણાવ્યા હતા.
જ્યારે સુષ્મિતા દેવે પોતાના ટ્વિટર બાયો બદલ્યું, ત્યારે નિવેદનબાજી શરૂ થઇ ગઇ હતી, આવી સ્થિતિમાં હવે તેનો પત્ર સામે આવ્યો છે. જેમાં તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપવાનું કહ્યું છે. સુષ્મિતા દેવનું નામ તે કોંગ્રેસ નેતાઓમાં હતું, જેમનું ટ્વિટર એકાઉન્ટ તાજેતરમાં જ લોક થયું હતું.
અગાઉ માર્ચમાં પણ સુષ્મિતા દેવે પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના સમાચાર સામે આવ્યા હતા, જો કે, તે સમયે આ અહેવાલોને અફવા ગણવામાં આવી હતી. કોંગ્રેસે સુષ્મિતા દેવના રાજીનામા અંગેના રિપોર્ટને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે મહિલાઓ કોંગ્રેસના મુખ્ય પક્ષ સાથે છે, AIUDF સાથે સીટ વહેંચણીને લઇને પાર્ટી નેતાઓ વચ્ચે મતભેદો વચ્ચે સુષ્મિતાના રાજીનામાના સમાચાર આવ્યા હતા.