- સંરક્ષણ ક્ષેત્રે મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા ભારતીય સેનાની પહેલ
- આકાશ મિસાઇલ-AHL હેલિકોપ્ટર ખરીદવા માટે મોકલ્યો પ્રસ્તાવ
- હવે માત્ર સંરક્ષણ મંત્રાલયની મંજૂરીની જરૂર
નવી દિલ્હી: સંરક્ષણ ક્ષેત્રમાં પણ મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે ભારતીય સેના પ્રયાસરત છે અન હવે સેનાએ આકાશ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની બે રેજીમેન્ટ અને 25 એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર ખરીદવા માટે લગભગ 14,000 કરોડ રૂપિયાના પ્રસ્તાવો મોકલ્યા છે. હાલમાં આ પ્રસ્તાવ સંરક્ષણ મંત્રાલય પાસે છે અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ મહોર મારે તેટલી વાર છે.
આકાશ એર મિસાઇલ આકાશ મિસાઇલ સિસ્ટમનું નવું વર્ઝન છે, જે દુશ્મન વિમાનો અને 25-30 કિમીની રેન્જ સુધી ક્રૂઝ મિસાઇલોને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઇલો લદ્દાખમાં ભારે ઠંડા વાતાવરણમાં કામ કરવા માટે સક્ષમ છે. આ મિસાઇલો ચીન અને પાકિસ્તાનની સરહદો સાથે પહાડી અને અન્ય વિસ્તારોમાં ભારતીય સેનાની તમામ જરૂરિયાતો પૂરી કરશે.
DRDO એ તાજેતરમાં આકાશ-ન્યૂ જનરેશનનું પણ પરીક્ષણ કર્યું છે, જે આકાશ મિસાઇલ સિસ્ટમનું નવું વર્ઝન છે, જે સૈનિકોને લાંબી રેન્જમાં દુશ્મનની સ્થિતિને નિશાન બનાવવાની અને ઉત્તરીય સરહદો સાથે આટલી ઉંચાઈએ કામ કરવાની પરવાનગી આપે છે. ભારતીય સેના, જે ધ્રુવ હેલિકોપ્ટરનું સૌથી મોટું સંચાલક છે, તેના ઉડ્ડયન સ્ક્વોડ્રન માટે 25 ALH ધ્રુવ માર્ક 3 હેલિકોપ્ટર ખરીદવાનું વિચારી રહી છે.
ભારતીય સેનાએ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાને ખૂબ ટેકો આપ્યો છે અને આયાત પ્રતિબંધની સૂચિમાં આર્ટિલરી ગન જેવા આવશ્યક હથિયારો મૂકીને સ્વદેશીકરણની સકારાત્મક સૂચિને ટેકો આપ્યો છે.