- મરાઠા કોટા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ
- રાજ્યોને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પગલાં ભરવા જોઇએ
- સકારાત્મક કાર્યવાહી માત્ર અનામત સુધી સીમિત નથી
નવી દિલ્હી: મરાઠા કોટા મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યોને શિક્ષણને પ્રોત્સાહન આપવા તેમજ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના ઉત્થાન માટે સંસ્થાનોની સ્થાપના માટે પગલાં ભરવા જોઇએ. સકારાત્મક કાર્યવાહી માત્ર અનામત સુધી સીમિત નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર મરાઠા કોટા મામલે સુનાવણી કરી રહેલા જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતાવાળી પાંચ જજોની સંવિધાન પીઠે કહ્યું કે, આ ઉદ્દેશ્ય માટે રાજ્યો દ્વારા કેટલાક અન્ય કાર્ય કરી શકાય છે. પીઠે કહ્યું કે, અન્ય કામ કેમ નથી કરી શકાતા. શિક્ષણને પ્રોત્સાહન આપવું અને વધુ સંસ્થાનોની સ્થાપના કેમ ન કરી શકાય? ક્યાંક ને ક્યાં આ વિચારને અનામતની આગળ લેવો જોઇએ. સકારાત્મક કાર્યવાહી માત્ર અનામત સુધી સીમિત નથી.
પીઠમાં જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર, જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ રવીન્દ્ર ભટ સામેલ છે. ઝારખંડ તરફથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે આ રાજ્યમાં નાણાકીય સંસાધનો, ત્યાં શાલા અને શિક્ષકોની સંખ્યા સહિત કેટલાક મુદ્દા સામેલ થશે. સુપ્રીમ કોર્ટ શિક્ષા અને નોકરીઓમાં મરાઠાઓને અનામત આપવા સંબંધ 2018 મહારાષ્ટ્ર કાયદાની માન્યતાને પડકાર આપનારી કેટલીક અરજીઓ પર સુનાવણી કરી રહ્યું છે.
તેમણે કહ્યું કે, આ ત્યાં(મહારાષ્ટ્ર્)માં એક જ્વલંત મુદ્દો છે. તેમણે કહ્યું કે, એક રેલી મુંબઈમાં થઇ હતી અને સમગ્ર શહેરમાં વિરોધ પૈદા થઇ ગયો હતો. મામલામાં દલીલ હજુ પૂર્ણ નથી થઇ અને મંગળવારે પણ સુનાવણી થશે. કોર્ટે આ પહેલા એ જાણવા ઇચ્છ્યું કે કેટલી પેઢીઓ સુધી અનામત ચાલુ રહેશે. કોર્ટે 50 ટકાની મર્યાદા હટાવવાની સ્થિતિમાં પૈદા થનારી અસામનતાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. મહારાષ્ટ્ર સરકાર તરફથી વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું કે, કોટાની મર્યાદા નક્કી કરવા પર મંડળ મામલે ચુકાદા પર બદલેલી પરિસ્થિતિઓમાં પુનર્વિચાર કરવાની જરૂરિયાત છે.
અનામત કોટા નક્કી કરવાની જવાબદારી રાજ્યો પર છોડી દેવી જોઇએઃ વકીલ મુકુલ રોહતગી
તેમણે કહ્યું હતું કે, કોર્ટોને બદલેલી પરિસ્થિતિઓને ધ્યાને રાખતા અનામત કોટા નક્કી કરવાની જવાબદારી રાજ્યો પર છોડી દેવી જોઇએ અને મંડળ મામલે સંબંધિત ચુકાદો 1931ની વસ્તી ગણતરી પર આધારિત હતો. રોહતગીએ કહ્યું હતું કે મંડળ ચુકાદા પર પુનર્વિચાર કરવાના કેટલાક કારણ છે, જે 1931ની વસ્તી ગણતરી પર આધારિત હતા.
(સંકેત)