- હવાઇ મુસાફરી કરનારા લોકોએ હવે વધુ સાવધાનીપૂર્વક હવાઇ મુસાફરી કરવી પડશે
- એરપોર્ટ પર પ્રવેશથી એક્ઝિટ સુધી માસ્ક ફરજીયાતપણે પહેરવું પડશે
- હવાઇ મુસાફરી દરમિયાન કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરાશે તો પ્લેનમાંથી ઉતારી દેવાશે
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે હવાઇ મુસાફરી કરનારા લોકોએ હવે વધુ સાવધાનીપૂર્વક મુસાફરી કરવી પડશે. જો આમ નહીં કરે તો મુસાફર સામે કડક પગલાં લેવાશે તેવું ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન દ્વારા કહેવામાં આવ્યું છે. DGCA એક સર્ક્યુલર બહાર પાડીને જણાવ્યું છે કે, એરપોર્ટ પર અંદર પ્રવેશવાથી માંડીને બહાર નીકળવા સુધી દરેક સમયે માસ્ક પહેરીને રાખવું પડશે. આ ઉપરાંત હવાઇ મુસાફરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કર્યું તો પ્લેનમાંથી ઉતારી દેવાશે.
DGCAના સકર્યુલરમાં કહેવામાં આવ્યું છે કે, કેટલાક મુસાફરો કોવિડ-19ના પ્રોટોકોલ્સનું પાલન નથી કરતા. વ્યવસ્થિત માસ્ક નથી પહેરતા તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ઉલ્લંઘન કરે છે. વારંવાર એવું ધ્યાને આવ્યું છે કે મુસાફરો એરપોર્ટમાં પ્રવેશતી વખતે યોગ્ય રીતે માસ્ક નથી પહેરતા તેમજ વારંવાર કાઢ્યા કરે છે. એરક્રાફ્ટમાં બેઠા હોવા છતાં કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરે છે.
હવાઇ મુસાફરી દરમિયાન દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું અનિવાર્ય છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે. અપવાદરૂપ સ્થિતિમાં જ માસ્ક નાકની નીચે જશે તો ચાલશે બાકી કરી શકાશે નહીં.
એરપોર્ટમાં એન્ટ્રી પોઈન્ટ પર હાજર CISF કે અન્ય પોલીસ કર્મચારી સુનિશ્ચિત કરશે કે કોઈ પણ માસ્ક વિના અંદર પ્રવેશી ના શકે. CASO અને અન્ય સુપરવાઈઝિંગ અધિકારી વ્યક્તિગત રીતે આ સુનિશ્ચિત કરાવશે.
એરપોર્ટ ડાયરેક્ટ/ટર્મિનલ મેનેજર સુનિશ્ચિત કરે કે યાત્રી એરપોર્ટ પરિસરમાં દરેક સમયે યોગ્ય રીતે માસ્ક પહેરીને બેઠેલા હોય અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા હોય.
(સંકેત)