- મ્યુકરમાઇકોસિસની કેસ સતત વધી રહ્યાં છે
- આ વચ્ચે મેડિકલ નિષ્ણાતોએ આપી ચેતવણી
- કહ્યું કઇ રીતે મ્યુકરમાઇકોસિસથી બચી શકાય
નવી દિલ્હી: કોરોના સંક્રમિત લોકોમાં મ્યુકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસની બીમારી વધી રહી છે અને કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. આ વચ્ચે મેડિકલ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, બ્લેક ફંગસથી બચવા માટે ભીનાં અને ભેજયુક્ત માસ્ક ના પહેરવા. તે ઉપરાંત લાંબા સમય માટે બહાર રહેતાં લોકોએ દિવસમાં ત્રણથી ચાર માસ્ક બદલવા જોઇએ.
મેડિકલ નિષ્ણાતો અનુસાર ભીનાં અને ભેજયુક્ત માસ્ક પહેરવાથી બ્લેક ફંગસ થવાનો ખતરો વધી જાય છે અને તેથી ભીનાં અને ભેજયુક્ત માસ્ક પહેરવા જોઇએ નહીં. ઉનાળામાં ગરમીના કારણે કાપડ કે સર્જીકલ માસ્ક પરસેવાથી ભીનાં થઇ જતા હોય છે. પહેરેલું ભીનું માસ્ક વધુ ભીનું થાય તે પહેલા તેને બદલે નવો માસ્ક પહેરવો જોઇએ.
ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં પોઝિટીવ કેસોની સાથે બ્લેક ફંગસના કેસો વધી રહ્યાં છે પણ સૌથી વધારે ખતરો ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં બ્લેક ફંગસના સૌથી વધુ કેસો છે. ડોક્ટરો બ્લેક ફંગસ થવાના અલગ અલગ કારણો આપે છે પરંતુ સૌથી વધુ તકેદારી માસ્ક પહેરવામાં રાખવી જોઇએ તેવું નિષ્ણાતો કહે છે.
કોરોના સંક્રમણથી બચવા માટે લોકોએ બહાર નિકળતી વખતે કપડાંના માસ્કની નીચે સર્જીકલ માસ્ક પહેરવો હિતાવહ છે એવી સલાહ અપાય છે. એ જ રીતે બ્લેક ફંગસથી બચવા માટે ભીનો માસ્ક પણ પહેરવો જોઇએ નહીં. ચોમાસાની શરૂ થઇ રહેલી સિઝનમાં લોકોએ માસ્ક પહેરવા પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવાની આવશ્યકતા છે કેમ કે ચોમાસામાં બ્લેક ફંગસના કેસો વધવાની સંભાવના સંભવ છે.