Site icon Revoi.in

UNSC બેઠકની PM મોદીએ કરી અધ્યક્ષતા, આપ્યા આ ‘પાંચ મંત્ર’

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન તેમણે સમુદ્રી અપરાધ તેમજ અસુરક્ષાને પહોંચી વળવાની વ્યૂહરચના અને રણનીતિ મુદ્દે ચર્ચા કરી હતી.

પીએમ મોદીએ કહ્યું હતું કે, જુદા-જુદા દેશો વચ્ચે સમુદ્રી વ્યાપારની અડચણોને દૂર કરવાની આવશ્યકતા છે. સમુદ્રી આપની સામૂહિક સંપત્તિ છે. આપણા સમુદ્રી માર્ગો આંતરરાષ્ટ્રીય વ્યાપારની જીવાદોરીનો આધાર અને પાયો છે. આપણા ભાવિ માટે તે જરૂરી છે પરંતુ આજે આ સંયુક્ત સંપત્તિ સામે કેટલાક પડકારો ઉપસ્થિત થયા છે.

ખાસ કરીને આતંકવાદ તેમજ ચાંચિયાગીરીની દૂષણ વધ્યું છે અને આ બંને માટે સમુદ્રી માર્ગનો દૂરુપયોગ થઇ રહ્યો છે. અનેક દેશો વચ્ચે મેરીટાઇમ વિવાદ જોવા મળી રહ્યો છે. આ વ્યાપક સંદર્ભમાં આપણે સંયુક્ત સંપત્તિના ઉપયોગ માટે આંતરિક સમજ વિકસિત કરવી પડશે તેમજ સહયોગનું માળખુ બનાવવાની તાતી જરૂરિયાત છે. આ સામૂહિક પ્રયાસોથી જ શક્ય છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજની ઉચ્ચસ્તરીય ચર્ચાથી વિશ્વને મેરીટાઇમને આનુષાંગિક મુદ્દા પર માર્ગદર્શન મળશે.

આ મંથને વેગ આપવા માટે પીએમ મોદીએ પાચ મૂળભૂત સિદ્વાંતો રજૂ કર્યા હતા.

એકબીજાના અધિકારોનું કરીએ સન્માન

આપણે એકબીજાના અધિકારોનું સન્માન કરીશું તો જ નિ:શુલ્ક મેરીટાઇમ વ્યાપાર શક્ય બનશે. મેરીટાઇમ વિવાદોનું નિરાકરણ શાંતિપૂર્ણ અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર હોવું જોઇએ.

– આપણે કુદરતી આપત્તિઓ તેમજ બિન રાજ્ય અભિનેતાઓઓ દ્વારા ઉભા કરાતા સામુદ્રિક અવરોધોનો મળીને સામનો કરવો જોઇએ. પ્રાદેશિક સહકાર માટે ભારતે પગલાં ભર્યા છે.

– આપણે સમુદ્રી પર્યાવરણ અને સંસાધનોને એક તાંતણે બાંધીને રાખવા આવશ્યક છે. સમુદ્રની સીધી અસર જળવાયુ પર થાય છે. એટલે આપણે તેલનું વહી જવું તેમજ પ્લાસ્ટિકથી સમુદ્રી વાતાવરણને પ્રદૂષણથી મુક્ત રાખવું પડશે.