- દેશના કરોડો બાળકોના ભોજન માટે સરકારે વધુ એક યોજનાને મંજૂર કરી
- કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો
- સરકારે પીએમ પોષણ યોજનાને મંજૂરી આપી
નવી દિલ્હી: દેશના કરોડો જરૂરિયાત મંદ બાળકોના ભોજન માટે મોદી સરકારે એક મોટી યોજનાને મંજૂરી આપી છે. કેન્દ્રીય કેબિનેટની એક બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સાપ્તાહિક કેન્દ્રીય કેબિનેટ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, સમગ્ર દેશની 11.2 લાખ સરકારી અને સરકારી અનુદાન લેતી સ્કૂલોમાં કરોડો બાળકોને મધ્યાહન ભોજન આપતી પીએમ પોષણ યોજનાને કેબિનેટે લીલી ઝંડી આપી દીધી છે.
प्रधानमंत्री पोषण शक्ति निर्माण योजना के माध्यम से 11,20,000 से ज़्यादा स्कूलों के करोड़ों विद्यार्थियों को दोपहर का भोजन भी मिलेगा इसमें 1,31,000 करोड़ रुपए का खर्चे आएगा: केंद्रीय मंत्री @ianuragthakur #CabinetDecisions pic.twitter.com/LMEOCZRx7n
— पीआईबी हिंदी (@PIBHindi) September 29, 2021
અનુરાગ ઠાકુર અનુસાર પીએમ પોષણ યોજના 5 વર્ષ સુધી ચાલશે અને આ યોજના માટે કેન્દ્ર સરકાર 1.31 લાખ કરોડનો ખર્ચ કરશે.
નોંધનીય છે કે, મોદી સરકારે બાળકોના મધ્યાહન ભોજન માટેની મોટી યોજના પીએમ પોષણ યોજનાને મંજૂરી આપી હોવાથી હવે આગામી પાંચ વર્ષમાં 11.2 લાખ સરકારી સ્કૂલોમાં બાળકોને મફત મધ્યાહન ભોજન પૂરું પાડવામાં આવશે. કેન્દ્ર સરકાર આ માટે 1.31 લાખ કરોડનો ખર્ચ કરશે.