Site icon Revoi.in

મોદી મંત્રીમંડળનું થશે વિસ્તરણ, જાણો ક્યાંથી કોણ સામેલ થઇ શકે

Social Share

નવી દિલ્હી: મોદી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે. આગામી 7 જુલાઇના રોજ આ થઇ શકે છે. કુલ 17 થી 22 જેટલા મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. ચૂંટણીઓને ધ્યાનમાં લઇને મંત્રીમંડળનું વિસ્તરણ થશે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, આગામી 7 જુલાઇના રોજ પીએમ મોદી મંત્રીમંડળનું વિસ્તરણ કરશે. નવા મંત્રીમંડળમાં 17 થી 22 મંત્રી શપથ ગ્રહણ કરશે.

જે રાજ્યોમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી છે, તે રાજ્યોને ધ્યાનમાં રાખીને મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવશે. ત્યારે ક્યાં રાજ્યથી કેટલા મંત્રીઓ મંત્રીમંડળમાં સામેલ થશે તે જણાવી દઇએ.

ઉત્તરપ્રદેશથી ત્રણ સંચાર મંત્રી શામેલ કરવામાં આવશે. જેમા અપના દલથી અનુપ્રિયા પટેલને શામેલ કરવામાં આવશે.

2 થી 3 જેટલા બિહારના મંત્રીઓને મંત્રીમંડળમાં શામેલ કરવામાં આવશે. જેમા ભાજપના સુશીલ મોદી, જેડીયુંના RCP સિંહ અને એલજેપીથી પશુપતી પારસને પણ શામેલ કરવામાં આવી શકે છે.

મધ્યપ્રદેશથી પણ એક કે બે જેટલા મંત્રીઓને શામેલ કરવામાં આવી શકે છે. જેમા જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાકેશ સિંહને શામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.

મહારાષ્ટ્રના પણ એક થી બે જેટલા મંત્રીઓને શામેલ કરવામાં આવી શકે છે. જેમા નારાયણ રાણે, હિના ગાવિત અને રણજીત નાયકને શામેલ કરવામાં આવી શકે છે.

આ ત્રણેય રાજ્યોમાંથી પણ એક મંત્રી શામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.

અસમમાંથી એક કરતા વધારે મંત્રી શામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.

પશ્ચિમ બંગાળથી શાન્તનું ઠાકુર તેમજ નિશીથ પ્રામાણિકને મંત્રિમંડળમાં શામેલ કરવામાં આવી શકે છે.

ઓડિશામાંથી પણ એક મંત્રી શામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.

આપને જણાવી દઈએ કે ગઠબંધન વાળી સરકાર પણ આ વખતે મંત્રિમંડળનો હિસ્સો બની શકે છે. કેબિનેટમાં આ વખતે જેડીયું, અને કોંગ્રેસના પણ ઘણા મંત્રીઓ શામેલ થઈ શકે છે.

પ્રકાશ જાવડેકર, પીયુષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિતિન ગડકરી, ડો હર્ષવર્ધન, નરેન્દ્ર સિંહ તોમર, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની અને હરદીપ સિંહ પુરી આ વખતે મંત્રાલય છોડે તેવી શક્યતા સેવાઈ રહી છે.

મહત્વનું છે કે, કેન્દ્રીય મંત્રીમંડળમાં 81 સદસ્ય થઇ શકે છે. હાલ 53 મંત્રી છે. એટલે કે નવા 28 મંત્રીઓને મંત્રીમંડળમાં જોડવામાં આવશે.