Site icon Revoi.in

કેબિનેટ વિસ્તરણ પહેલા મોટા સમાચાર, 4 મંત્રીઓએ આપ્યા રાજીનામા

Social Share

નવી દિલ્હી: પીએમ મોદી મંત્રીમંડળનું વિસ્તરણ આજે સાંજે થવાનું છે. આજે 24 જેટલા નામ સામે આવ્યા છે જે મંત્રી પદના શપથ ગ્રહણ કરે તેવી સંભાવના છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સાંજે 6 વાગ્યે આ મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવશે.

આ અગાઉ ચાર મંત્રીઓએ રાજીનામા આપ્યા છે. સૂત્રો અનુસાર ફર્ટિલાઇઝર મંત્રી સદાનંદ ગૌડા, શ્રમમંત્રી સંતોષ ગંગવાર, શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ, રાજ્ય મંત્રી દેબોશ્રીએ કેબિનેટના વિસ્તરણ પહેલા રાજીનામા આપ્યા છે.

મંત્રીમંડળમાં સામેલ થનારા સંભવિત નેતાઓના નામ

1. જ્યોતિરાદિત્ય સિંધિયા, મધ્ય પ્રદેશ (ભાજપ)

2. સર્બાનંદ સોનોવાલ, અસમ (ભાજપ)
3. પશુપતિ નાથ પારસ, બિહાર (એલજેપી)
4. નારાયણ રાણે (ભાજપ)
5. ભૂપેન્દ્ર યાદવ
6. અનુપ્રિયા પટેલ (અપના દળ)
7. કપિલ પાટીલ
8. મીનાક્ષી લેખી (ભાજપ)
9. રાહુલ કસાવા
10 અશ્વિની વૈષ્ણવ
11. શાંતનુ ઠાકુર
12. વિનોદ સોનકર
13. પંકજ ચૌધરી
14. આર સીપી સિંહ (જેડીયુ)
15. દિલેશ્વર કામત (જેડીયુ)
16. ચંદ્રેશ્વર પ્રસાદ ચંદ્રવંશી (જેડીયુ)
17. રામનાથ ઠાકુર (જેડીયુ)
18. રાજકુમાર રંજન
19. બી એલ વર્મા
20. અજય મિશ્રા
21. હિના ગાવિત
22. શોભા કરંદલાજે
23. અજય ભટ્ટ
24. પ્રીતમ મુંડે

આ મંત્રીઓને પ્રમોટ કરાશે

આજના મંત્રીમંડળના વિસ્તરણમાં અનુરાગ ઠાકુર, પુરુષોત્તમ રૂપાલા, જી કિશન રેડ્ડીને પ્રમોટ કરવામાં આવી શકે છે. આ મંત્રીઓને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે. જે હાલ કેન્દ્રીય રાજ્યમંત્રી છે.

કેબિનેટ વિસ્તરણને લઈને આજે સાંજે 6 વાગે થનારા શપથગ્રહણ સમારોહ પહેલા પ્રધાનમંત્રી મોદી મંત્રીમંડળમાં સામેલ થનારા નેતાઓને મળી રહ્યા છે. અનેક નેતાઓ પ્રધાનમંત્રી આવાસ પર પહોંચી રહ્યા છે.