Site icon Revoi.in

કોરોના સંકટ વચ્ચે આ વર્ષે ચોમાસું આ સમયે દેશે દસ્તક

Social Share

નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે એક સારા સમાચાર છે. આગામી 1 જૂનથી કેરળમાં ચોમાસુ દસ્તક દેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

દેશમાં ચોમાસાની આગાહી કરતા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને કહ્યું કે, દેશમાં ચોમાસું તેના નિયમ સમય મુજબ આવી શકે છે. કેરળમાં 1 જૂને ચોમાસું દસ્તક દેશે. ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગના વિસ્તૃત પૂર્વ અનુમાન પ્રમાણે કેરળમાં 1 જૂનની આસપાસ ચોમાસું આવી જશે. આ એક શરૂઆતનું પૂર્વ અનુમાન કહી શકાય.

અગાઉ IMDએ પણ ચોમાસાને લઇને અનુમાન કર્યું હતું કે દક્ષિણ-પશ્વિમ ચોમાસું આ વર્ષે લાભદાયી રહેશે. દેશમાં 75 ટકા વરસાદ દક્ષિણ-પશ્વિમ ચોમાસાને કારણે આવે છે. લાંબા ગાળાના હિસાબે સરેરાશ વરસાદ 98 ટકા રહેશે અને તેમાં પાંચ ટકાનો વધારો કે ઘટાડો થઇ શકે છે.

હવામાન વિભાગે અગાઉ 16 એપ્રિલે અનુમાન જાહેર કર્યું હતું કે આ વર્ષે 98 ટકા વરસાદ પડી શકે છે. વિભાગ અનુસાર વરસાદના અનુમાનમાં 5 ટકાનો વધારો કે ઘટાડો થઇ શકે છે. છેલ્લા 2 વર્ષમાં દેશમાં ચોમાસું સરેરાશ કરતાં વધારે રહ્યું છે.

(સંકેત)