- હવામાન વિભાગે વર્ષ 2021ના ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કર્યું
- જૂનથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન વરસાદ સામાન્ય રહેશે
- જૂનથી સપ્ટેમ્બર દરમિયાન આ વખતે 96 થી 104 ટકા વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
નવી દિલ્હી: વર્ષ 2021ના ચોમાસાનું પૂર્વાનુમાન હવામાન વિભાગે જાહેર કરી દીધું છે. હવામાન વિભાગ અનુસાર આ વખતે સામાન્ય હવામાન રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ સામાન્ય રહેશે. આ વખતે અલ નીનોની અસર ઓછી જોવા મળશે. જૂનથી સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન દેશના અલગ અલગ વિસ્તારોમાં સામાન્યથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન આ વખતે 96 થી 104 ટકા વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે.
હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, આ વર્ષે સમગ્ર દેશમાં 75 ટકા સુધી વરસાદ લાવનારું Southwest Monsoon આ વખતે સામાન્ય રહેશે. હવામાન વિભાગ અનુસાર, હવામાન વિભાગ અનુસાર, વરસાદના Long Period Average લગભગ 98 ટકા રહેવાની સંભાવના છે. સારો વરસાદ આપણા ખેત ઉત્પાદનોને વધારવામાં મદદરૂપ બનશે.
આ વર્ષે પૂર્વ અને પૂર્વોત્તર ભારત સહિત ઓડિશા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ તેમજ આસામમાં વરસાદ સામાન્ય રહી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
બીજી તરફ સ્કાયમેટની આગાહી અનુસાર આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે અને જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે 103 ટકા વરસાદ રહેવાનું અનુમાન છે.
(સંકેત)