- કોવિડ-19 સારવાર માટે 200થી વધુ દવાનું ટેસ્ટિંગ કરાયું
- નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યૂટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં થયો ખુલાસો
- વાઇરસની સારવાર માટે અત્યાર સુધીમાં 265 ક્લિનિકલ ટ્રાયલ કરાયા છે
નવી દિલ્હી: કોરોના મહામારી એ માનવજાતના ઇતિહાસમાં સૌથી મોટી મહામારી કહી શકાય. જેની સારવાર માટે 200 થી વધુ ડ્રગ્સ કમ્પાઉન્ડનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. સાથે જ અંદાજે 70 થિરેપ્યૂટિક એજન્ટ્સનું ક્લિનિકલ ટ્રાયલ પણ કરાયું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યૂટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં આ વાત સામે આવી છે.
વાઇરસની સારવાર માટે અત્યાર સુધીમાં 265 ક્લિનિકલ ટ્રાયલ કરાયા છે. જેમાં આ વાઇરસના લોડને ઘટાડવા અને બીમારીને નિયંત્રિત કરવા માટે 115 દવાઓની સીધી અસર થાય છે. નવાઇની વાત એ છે કે વેક્સિનને છોડીને અત્યારસુધીમાં જેટલાં પણ ડ્રગ્સનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, તે બધી જ જૂની દવાઓ છે. જેને કોવિડ સામે લડવાના હેતુસર બીજી વાર તૈયાર કરાઇ છે.
ક્લિનિકલ ટ્રાયલ માટે એક મોટી સંખ્યામાં એન્ટિ પેરાસાઈટ, એન્ટિવાઇરલ ડ્રગ્સ, મોનોક્લોનલ એન્ટિબોડી, વેક્સીન અને સ્ટેમ સેલ થેરાપીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ સિવાય વિટામીન-સી અને વિટામીન-ડીના સપ્લીમેન્ટ પણ રિસ્કને ઓછું કરે છે. જેનાથી ઈન્ફ્લુએજાનું રિસ્ક ઘટવાની સાથે ફેફસાની ઈન્જરીના પરિબળ સાઈટોકાઈન પ્રોડક્શનને પણ કંટ્રોલ કરે છે.
રિસર્ચ મુજબ, કોરોનાએ માનવ સભ્યતાને વિચારવા, વિકાસ કરવા, નવી ચીજવસ્તુઓની સાથે પ્રાથમિકતાઓને લઈને મજબૂર કરી દીધા છે. સંક્રમિત દર્દીઓ પર ટેસ્ટ કરવામાં આવેલા ડ્રગ કોમ્બિનેશનની અસમાન અસર જોવા મળી છે. જેથી કોવિડ સામે લડવા માટે ડ્રગ્સની યાદીને વધારવી જરૂરી છે.
આ સ્ટડી સાઈન્ટિફિક જર્નલ બાયોમેડિસિન એન્ડ ફાર્માકોથેરાપીમાં પબ્લિશ થયું છે. NIPER, હૈદરાબાદની સાથે ડૉક્ટર બી.આર.આંબેડકર સેન્ટર ફોર બાયોમેડિકલ રિસર્ચ, દિલ્હી યૂનિવર્સિટી અને ચંદીગઢ કૉલેજ ઓફ ફાર્મસી પણ આ સ્ટડીમાં સામેલ હતા.