1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બ્લેક ફંગસ વિશે એઇમ્સના ડૉક્ટરનું નિવેદન, જાણો શું કહ્યું
બ્લેક ફંગસ વિશે એઇમ્સના ડૉક્ટરનું નિવેદન, જાણો શું કહ્યું

બ્લેક ફંગસ વિશે એઇમ્સના ડૉક્ટરનું નિવેદન, જાણો શું કહ્યું

0
Social Share
  • બ્લેક ફંગસના વધી રહેલા કેસો
  • બ્લેક ફંગસને લઇને દેશના બે જાણીતા સ્વાસ્થ્ય નિષ્ણાંતોનું નિવેદન
  • સુગર લેવલ નિયંત્રણમાં રાખવું આવશ્યક

નવી દિલ્હી: કોરોના સંક્રમિત દર્દીઓમાં બ્લેક ફંગસના કેસ સતત વધી રહ્યા છે ત્યારે બ્લેક ફંગસને લઇને સામાન્ય લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર દેશના બે સ્વાસ્થ્ય નિષ્ણાંતે તેના વિશે માહિતી આપી હતી. એઇમ્સના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા અને મેદાંતાના ચેરમેન ડૉ. નરેશ ત્રેહને બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઇસિસને લઇને માહિતી આપી હતી.

ડૉ. રણદીપ ગુલેરિયાએ બ્લેક ફંગસથી બચવાના ઉપાયો વિશે જણાવતા કહ્યું હતું કે, સુગર લેવલ નિયંત્રણમાં હોવું જરૂરી છે. તેથી જે લોકો સ્ટિરોઇડ લઇ રહ્યા છે તેઓ પોતાનું સુગર લેવલ રોજ ચેક કરે. યાદ રાખો કે સ્ટિરોઇડ ક્યારે અને કેટલી માત્રામાં આપવાની છે.

ડૉ. રણદીપ ગુલેરિયાએ બ્લેક ફંગસને થઇ રહેલા કેટલાક ખોટા દવાઓ પર પણ વાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે, કાચુ ખાવાથી આ થઇ રહ્યું છે, પરંતુ આની પુષ્ટિ માટે કોઇ આંકડા નથી. તે ઉપરાંત ઓક્સિજનના ઉપયોગને લઇને પણ કોઇ નિસ્બત નથી. આ હોમ આઇસોલેશનમાં રહેનારા લોકોમાં પણ થાય છે.

બ્લેક ફંગસના લક્ષણો

કોવિડ દર્દીઓમાં થયેલા મ્યુકરમાઇકોસિસના લક્ષણોમાં પીડા, નાક ભરાવું, ગળામાં સોજો, મોંઢાની અંદર ફંગસના ડાઘા છે તેવું મેદાંતાના ચેયરમેન ડૉ.નરેશ ત્રેહાએ જણાવ્યુ હતું. તેના માટે તાત્કાલિક મેડિકલ સારવારની જરુર છે. તેમણે આગળ જણાવ્યુ કે બ્લેક ફંગસને કંટ્રોલ કરવા માટે સ્ટેરોઇડ્સનો વિવેકપૂર્ણ ઉપયોગ અને શુગર લેવલને કંટ્રોલમાં રાખવાનું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code