- NCB બાદ મુંબઇ ANCની મોટી કાર્યવાહી
- 21 કરોડનું 7 કિગ્રા હેરોઇન કર્યું જપ્ત
- એક મહિલાની કરી અટકાયત
મુંબઇ: મુંબઇના થોડાક સમય પહેલા પકડાયેલા ડ્રગ્સ કૌંભાડ બાદ મુંબઇ ક્રાઇમ બ્રાંચના એન્ટી નાર્કોટિક્સ સેલે મોટી કાર્યવાહી કરી છે. સેલને સાયન વિસ્તારમાંથી 21 કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા 7 કિગ્રા હેરોઇન સાથે એક મહિલાની અટકાયત કરી છે. હાલમાં તેને કસ્ટડીમાં લઇને પૂછપરછ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, મહિલાની ઓળખ માનખુદ નિવાસી અમીના હમજા શેખ ઉર્ફે લાલી તરીકે કરવામાં આવી છે. મુંબઇ ANC અધિકારી અનુસાર જપ્ત કરવામાં આવેલા હેરોઇનને મુંબઇમાં સક્રિય ડ્રગ્સ સપ્લાયર્સ અને ગ્રાહકોમાં વિતરિત કરાતું હતું.
એએનસીની વર્લી અને ઘાટકોપર ટીમે 2015 અને 2018ના વર્ષમાં પણ લાલીની પ્રતિબંધિત દવાઓના સપ્લાયમાં કથિત ભૂમિકાને લઈ ધરપકડ કરી હતી.
એએનસીના ઘાટકોપર એકમના અધિકારીઓ દ્વારા વિશેષ સૂચનાના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. માહિતીના આધાર પર સાયન કોલીવાડા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને લાલીની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ કેસમાં નારકોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેન્સ એક્ટ (એનડીપીએસ)ની કલમ 8 (સી) અને 21 (સી) અંતર્ગત પ્રાથમિકી દાખલ કરવામાં આવી છે.