Site icon Revoi.in

મુંબઇ રાજધાની એક્સપ્રેસ હવે બની સ્માર્ટ, તેજસ ટ્રેન જેવી સ્માર્ટ સુવિધા મળશે

Social Share

મુંબઇ: રાજધાની એક્સપ્રેસમાં પણ હવે તેજસ એક્સપ્રેસ જેવી સુવિધાઓ મળશે. મુસાફરો વધુ સલામત અને આરામદાયક મુસાફરીનો આનંદ માણી શકે તે માટે ટ્રેનમાં સ્માર્ટ કોચ હશે. ભારતમાં સ્માર્ટ કોચ વર્ષ 2018માં બનીને તૈયાર થયો હતો. 12-14 લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ કરીને સ્માર્ટકોચ તૈયાર કરાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર મુંબઇ સેન્ટ્રલથી નિઝામુદ્દીન જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં સ્માર્ટ કોચ લગાવાયા છે. જેમાં ઑટોમેટિક દરવાજા છે. સ્માર્ટ કોચના તમામ દરવાજા બંધ નહીં હોય તો ટ્રેન પણ ચાલુ નહીં થાય. આ તમામ દરવાજાનો કંટ્રોલ ટ્રેનના લોકો પાઇલટ પાસે હશે. આ કોચમાં પ્રથમવાર ઊંઘી શકાય તેવી મોટી સીટો લગાવાઇ છે. જેમાં 3AC, 2AC અને ફસ્ટ ACના સ્માર્ટ કોચનો સમાવેશ થાય છે.

મુંબઈ રાજધાનીના આ સ્માર્ટ કોચમાં ડે-નાઈટ વિઝન, ફેસ રેકોગ્નાઈઝેશન અને વીડિયો રેકોર્ડિંગ સિસ્ટમ છે. પેસેન્જર ઈન્ફોર્મેશન સેન્ટર, ડિજિટલ ડેસ્ટિનેશન બોર્ડ, મેડિકલ કે સુરક્ષા ઈમર્જન્સીની સ્થિતિમાં તાત્કાલિક ટોકબેકની સુવિધા આપવામાં આવી છે. એક એપ દ્વારા મુંબઈ રાજધાનીના મુસાફરો અટેન્ડેન્ટના સંપર્કમાં પણ રહી શકે છે.