- PNB કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીને મોટી રાહત
- હજુ આર્થિક ભાગેડુ જાહેર નહીં કરી શકાય
- મુંબઇ હાઇકોર્ટે મની લોન્ડરિંગ એક્ટ કેસમાં વચગાળાના રાહત આદેશને વધાર્યો છે
નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીને મોટી રાહત મળી છે. મુંબઇ હાઇકોર્ટે મની લોન્ડરિંગ એક્ટ કેસમાં વચગાળાના રાહત આદેશને વધાર્યો છે. જેના પગલે ચોક્સીને હજુ સુધી આર્થિક ભાગેડુ જાહેર કરી શકાશે નહીં.
પ્રાપ્ત અહેવાલ અનુસાર કોર્ટે વિશેષ PMLA કોર્ટને EDની અરજી પર અંતિમ આદેશ આપવા પર રોક લગાવી દીધી હતી. જેમાં પીએનબી કૌભાંડ કેસમાં ચોક્સીને આર્થિક ગુનેગાર જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.
મેહુલ ચોક્સી(Mehul Choksi ) ના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે તેમને આ મામલામાં ટૂંક જવાબ આપવા માટે સમયની જરૂર છે. ત્યારબાદ જસ્ટિસ એ.એસ. ગડકરીની સિંગલ જજ બેંચે આ આદેશની મુદત વધારી હતી. કોર્ટે ચોક્સીને બે અઠવાડિયામાં જવાબ સબમીટ કરવા નિર્દેશ આપ્યો અને કહ્યું કે આ મામલાની સુનવણી ત્રણ અઠવાડિયા પછી કરવામાં આવશે.
ઇડીએ સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટ સમક્ષ અરજી કરી હતી. જેમાં એજન્સી સમક્ષ હાજર થવા માટે સમન્સથી બચવા માટે ચોક્સીને ‘ભાગેડુ આર્થિક ગુનેગાર’ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. તેમજ તેની સંપત્તિ ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ -2018 ની જોગવાઇ અનુસાર જપ્ત કરી લેવામાં આવી હતી.