- નંદીગ્રામમાં ભાજપનો થયો સફાયો
- મમતા બેનર્જીનો અહીંયા 1200 મતે વિજય
- પશ્વિમ બંગાળમાં ફરીથી TMC હેટ્રિક કરવા જઇ રહી છે
નવી દિલ્હી: પશ્વિમ બંગાળમાં ફરીથી TMC પક્ષની જીત લગભગ નિશ્વિત થઇ ચૂકી છે અને ત્યાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી 200થી વધુ બેઠકો સાથે સત્તામાં વાપસી કરી રહી છે. જો કે ચૂંટણી પરિણામ દરમિયાન દરેકની નજર નંદીગ્રામ સીટ પર હતી. અહીંયા મમતા બેનર્જી અને સુભેંદુ અધિકારી આમનેસામને હતા. આ બન્ને વચ્ચે જામેલી રસાકસી વચ્ચે મમતા બેનર્જીએ પરાજયનો સામનો કરવો પડ્યો છે. નંદીગ્રામમાં ભાજપના નેતા સુભેંદુ અધિકારીએ મમતા બેનર્જીને 1622 મતે પરાજય આપ્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, મમતા બેનર્જી અને શુભેંદુ અધિકારી વચ્ચે અંતિમ રાઉન્ડ સુધી રસાકસી જોવા મળી હતી. પ્રારંભમાં સુભેંદુ અધિકારી આગળ હતા, પરંતુ બાદમાં મમતા બેનર્જીએ બાજી પલટી દીધી હતી. જો કે બાદમાં ફરીથી આ સીટ પર સુભેંદુ અધિકારીનું વર્ચસ્વ જોવા મળ્યું હતું અને અંતે મમતા બેનર્જીએ સુભેંદુ અધિકારી સામે હારનો સામનો કરવો પડ્યો છે.
નંદીગ્રામ બંગાળની સૌથી હાઈ પ્રોફાઇલ સીટ હતી. જ્યાં એક એપ્રિલે 88 ટકા મતદાન થયું હતું. ચૂંટણીમાં મતદાન પહેલા મમતા બેનર્જી પણ ચાર-પાંચ દિવસ સુધી નંદીગ્રામમાં રહ્યાં હતા. અહીં ભાજપ તરફથી સુભેંદુ અધિકારી અને લેફ્ટ તરફથી મીનાક્ષી મુખર્જી મેદાનમાં હતા.
મમતા બેનર્જીએ હાર સ્વીકારી
ચૂંટણીમાં પાર્ટીની શાનદાર જીત બાદ મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે બંગાળના લોકોનો આભાર માન્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે, કોરોના કાળમાં કોઈ ઉજવણી કરવામાં આવશે નહીં. તેમણે નંદીગ્રામમાં પોતાની હારનો સ્વીકાર કરતા કહ્યું કે, ભૂલી જાવ નંદીગ્રામમાં શું થયું છે.
બંગાળની 292 સીટોના ટ્રેન્ડ સામે આવી ગયા છે. ઘણી બેઠકના પરિણામ પણ જાહેર થઈ ચુક્યા છે. અત્યાર સુધી ચાલી રહેલા ટ્રેન્ડ પ્રમાણે ટીએમસી 206 સીટો પર આગળ છે. મમતા બેનર્જી સતત ત્રીજીવાર રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. તો ભારતીય જનતા પાર્ટી માત્ર 83 સીટો પર આગળ છે. ભાજપના અનેક મોટા નેતા ચૂંટણી હારી રહ્યા છે.
(સંકેત)