- કોરોના કાળમાં મોટા ભાગની ઑફિસોએ કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ નીતિ અપનાવી
- વર્ક ફ્રોમ હોમના વધતા વ્યાપને કારણે ઓફિસ ભાડે-લીઝ પર લેવાના પ્રમાણમાં 44%નો ઘટાડો
- 7 મુખ્ય શહેરોમાં ઓફિસ માટે ભાડે કે લીઝ પર વાર્ષિક 44 ટકાનો ઘટાડો
નવી દિલ્હી: કોરોના કાળમાં લાગૂ પડેલા દેશવ્યાપી લોકડાઉન બાદ મોટા ભાગની ઓફિસોએ વર્ક ફ્રોમ હોમની જાહેરાત કરી હતી અને કોરોના સંક્રમણને રોકવા માટે વર્ક ફ્રોમ હોમ કલ્ચર આવશ્યક પણ હતું. તેથી જ હાલમાં પણ વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યું છે. વર્ક ફ્રોમ હોમના લીધે મોટી-મોટી કંપનીઓના કામ અટક્યા નહીં જેની અસર ઓફિસની માંગ પર થઇ છે. વર્ક ફ્રોમ હોમના લીધે દેશના 7 મુખ્ય શહેરોમાં ઓફિસ માટે ભાડે કે લીઝ પર જગ્યા લેવામાં વર્ષ 2020માં વાર્ષિક 44 ટકાનો ઘટાડો નોંધાયો છે.
કોરોનાને કારણે કંપનીઓએ પોતાની વિસ્તરણની યોજનાઓ હાલ પૂરતી મોકૂફ રાખી છે અન કર્મચારી માટે વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવી રહી છે. એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, કોલકાતા, હૈદરાબાદ, પુણે તેમજ બેંગ્લુરુ આ સાત શહેરોમાં વર્ષ 2019માં ઓફિસ માટે 4.65 વર્ગફૂટ જગ્યા ખરીદવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, જો કે વર્ષ 2020ની ઑક્ટોબર-ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં કાર્યસ્થળની માંગ 52 ટકા વધીને 82.7 લાખ વર્ગફૂટ રહી જ્યારે તેની પહેલાના ક્વાર્ટરમાં 54.3 લાખ વર્ગફૂટની રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જાન્યુઆરી-માર્ચ દરમિયાન ઑફિસ સ્થળની કુલ ખપત 88 લાખ વર્ગફૂટ રહી, આ ખપત આ વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં 33.22 લાખ વર્ગફૂટ હતો. બીજા ત્રિમાસિક ગાળામાં માંગ પર લોકડાઉનની અસર રહી હતી. વર્ષ 2019માં કુલ ખપત 4.6 કરોડ વર્ગફૂટથી ઉપર ઐતિહાસિક સ્તર પર રહી હતી. તેની તુલનામાં વર્ષ 2020માં ખપતમાં 44 ટકાનો ઘટાડો આવ્યો છે.
(સંકેત)