- હવેથી મોબાઇલ ફોન પર કોલ કરતા પહેલા અમિતાભ બચ્ચનનો અવાજ નહીં સાંભળવા મળે
- હવે કોરોના અંગેની કોલર ટ્યૂનમાં અમિતાભની જગ્યાએ જસલીન ભલ્લાનો અવાજ સાંભળવા મળશે
- આ કોલર ટ્યૂન હિંદી તેમજ ઇંગ્લિશ બંને ભાષામાં સંભળાશે
નવી દિલ્હી: હવેથી તમને મોબાઇલ ફોન પર કોલ કરતા પહેલા અમિતાભ બચ્ચનના અવાજમાં કોરોના કોલર ટ્યૂન નહીં સાંભળવા મળે. આજથી કોલ કરવા પર કોરોના વેક્સિનેશન સાથે જોડાયેલ કોલર ટ્યૂન જસલીન ભલ્લાના અવાજમાં સાંભળવા મળશે. આ કોલર ટ્યૂન હિંદી તેમજ ઇંગ્લિશ બંને ભાષામાં સંભળાશે. તેમાં રસીકરણને લઇને સંદેશ આપવામાં આવશે.
છેલ્લા થોડાક સમયથી જ્યારે આપણે કોઇને ફોન કરતા હતા ત્યારે તે પહેલા અભિનેતા અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાતો હતો પરંતુ હવે તેની જગ્યાએ જસલીન ભલ્લાનો અવાજ સાંભળવા મળશે. અમિતાભ બચ્ચનના અવાજવાળી કોલર ટ્યૂન હટાવવાને લઇને હાલમાં જ થોડા દિવસ પહેલા દિલ્હી હાઇકોર્ટમાં અરજી થઇ હતી જેમાં અપીલ કરવામાં આવી હતી કે કોલર ટ્યૂનમાં અમિતાભ બચ્ચનની જગ્યાએ રિયલ કોરોના વોરિયર્સનો અવાજ હોવો જોઇએ.
કોણ છે આ જસલીન ભલ્લા
જસલીન ભલ્લા દિલ્હી યુનિવર્સિટીની ખાલસા કોલેજથી એક જાણીતી વોઇસઓર આર્ટિસ્ટ છે. બિગ બી પહેલા જેનો અવાજ આપણને કોરોના કોરલ ટ્યૂનમાં સાંભળવા મળતો હતો તે જસલીનનો જ અવાજ હતો. ઉપરાંત જસલીર મેટ્રોમાં પણ પોતાનો અવાજ આપી ચૂકી છે. મેટ્રોમાં જે અવાજ સંભળાય છે તે ‘દરવાજા ડાબી બાજુ ખુલશે’ એ તેનો જ અવાજ છે. જસલીને સ્પાઇસજેટમાં પણ પોતાનો અવાજ આપ્યો છે.
(સંકેત)