કૃષિ આંદોલન વચ્ચે IMFએ નવા કૃષિ કાયદાનાં કર્યા વખાણ, કહ્યું – આ કાયદો સરકારનું મહત્વનું પગલું
- દેશમાં 51 દિવસથી જારી કૃષિ કાયદાના વિરુદ્વના આંદોલન વચ્ચે IMFનું નિવેદન
- ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે સરકારના નવા કૃષિ કાયદાના કર્યા વખાણ
- આ કૃષિ સુધારા માટે એક મહત્વપૂર્ણ પગલું છે – ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ
નવા કૃષિ કાયદાના વિરુદ્વ ખેડૂતોનું આંદોલન અને ધરણાં છેલ્લા 51 દિવસોથી જારી છે અને સુપ્રીમ કોર્ટે કાયદાના અમલ પર આવનારા આદેશ સુધી તેના પર રોક લગાવી દીધી છે. જો કે આ વચ્ચે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ કૃષિ કાયદાના વખાણ કર્યા છે અને કહ્યું છે કે આ કૃષિ સુધારા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.
આ અંગે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના સંચાર નિર્દેશ ગેરી રાઇસે કહ્યું હતું કે, અમારું માનવું છે કે ભારત સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ સુધારા માટે લીધા મહત્વનાં પગલાનું પ્રતિનિધિત્વ કરવાની ક્ષમતા છે. જો કે આ લોકો માટે સામાજીક સુરક્ષાને મજબૂત કરવાની જરૂર છે. જે નવી પ્રણાલીથી અસરગ્રસ્ત થઇ શકે છે.
રાઇસના મત અનુસાર આ કાયદાથી ખેડૂતોને વિક્રેતાઓની સાથે સીધો સંપર્ક કરવામાં તેમજ ખેડૂતોને વચેટિયાઓની ભૂમિકાને ઓછી કરવા તથા વધારે લાભ કમાવામાં મદદ મળશે. આ ઉપરાંત નવા કાયદાથી કાર્યક્ષમતા તેમજ ગ્રામીણ વિકાસમાં વધારે ફાયદો થશે.
નોંધનીય છે કે, આઈએમએફના પ્રવક્તાએ ભારતમાં કૃષિ કાયદાની વિરુદ્ધ ચાલી રહેલા વિરોધને લઈ થયેલા સવાલ પર કહ્યુ, આ મહત્વપૂર્ણ છે કે તે લોકોને પર્યાપ્ત રુપે સામાજિક સુરક્ષા મળે, જે આ નવી પ્રણાલીને લાગુ થવાથી પ્રતિકુળ રુપે પ્રભાવિત થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે અસરગ્રસ્ત લોકો માટે નોકરી સુનિશ્ચિત કરી શકાય છે.
(સંકેત)