- આજથી ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાના નિયમોમાં થશે ફેરફાર
- સરકારે ડ્રાઇવિંગ ટેસ્ટના નિયમોમાં કર્યો છે ફેરફાર
- 1 જુલાઇથી આ નિયમોનું અમલીકરણ થયું છે
નવી દિલ્હી: આજથી ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવાના નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે. સરકારે ડ્રાઇવિંગ ટેસ્ટને લઇને નવા નિયમો બનાવ્યા છે.
આજથી ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં ફેરફાર થયો છે. તમે પણ જો ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવા જઇ રહ્યા છો તમારા માટે આ નિયમો જાણી લેવા હિતાવહ છે.
સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની પ્રોસેસને લઇન કેટલીક સેવાઓ ઑનલાઇન કરી દીધી છે. તેનાથી તમે ઘરે બેઠા જ અનેક કામને સરળ રીતે કરી શકો છો. તમારે RTOના ચક્કર લગાવવા પડશે નહીં. લાઇસન્સ બનાવવા માટે નવા નિયમો ડ્રાફ્ટ કરાયા છે. આ પછી રજિસ્ટર્ડ ડ્રાઇવિંગ સેન્ટર્સથી સફળતાથી ટ્રેનિંગ લેનારા લોકોને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર રહેશે નહીં.
અહીંયા મહત્વની વાત એ છે કે, જે ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં તમે રજિસ્ટ્રેશન કરાવેલું છે તે માન્યતા પ્રાપ્ત હોવી આવશ્યક છે. આ સેન્ટરમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી લીધા બાદ તમને લાઇસન્સ મળી જશે અને RTOના આંટા મારવા પડશે નહીં. આજથી એટલે કે 1 જુલાઇથી આ નિયમોનું અમલીકરણ થયું છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ માટે પ્રોસેસને ઓડિટ માટે ઇલેક્ટ્રોનિક રૂપે રેકોર્ડ કરી શકાશે. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તે જ ટ્રેનિંગ સેન્ટર્સને માન્યતા અપાશે જે ગાઇડલાઇન્સનું પાલન કરશે. આ ગાઇડલાઇન્સમાં ડ્રાઇવિંગ સેન્ટર્સની પાસે ટેસ્ટ માટે જગ્યા, ડ્રાઇવિંગ ટ્રેક તેમજ બાયોમેટ્રિક ફેસિલિટી હોવી જરૂરી છે. જો કે ડ્રાઇવિંગ સેન્ટર્સ આ નિયમોનું પાલન નહીં કરે તો તેને માન્યતા આપવામાં આવશે નહીં.