Site icon Revoi.in

અમેરિકા બાદ ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ AY-2ની દસ્તક

Social Share

નવી દિલ્હી: અમેરિકા અને બ્રિટનની જેમ ભારતમાં પણ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટના પરિવર્તન પામેલા વાયરસ મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોએ, વાયરસને એવાય 2 (AY2) નામ આપ્યું છે. આ વાયરસ ડેલ્ટા વેરિએન્ટમાંથી સર્જાયા હોવાનું અનુમાન છે. અમેરિકામાં સૌથી વધુ આ પ્રકારના વાયરસ જોવા મળ્યા છે.

ICMRએ માહિતી આપી છે કે દેશમાં અત્યારસુધી પાંચ કરતા વધુ દર્દીઓમાં એ વાય (AY 2) મ્યુટેશન મળી આવ્યા છે. જે મુખ્યત્વે રાજસ્થાન, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે.

ગત વર્ષે ઑક્ટોબરમાં, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનું ડબલ મ્યુટેશન જોવા મળ્યું હતું. થોડા મહિના પછી, મ્યુટેશન ફરીથી થયું હોવાનું સામે આવ્યું. પછી ડેલ્ટા અને કપ્પા પ્રકારના વાયરસ જોવા મળ્યા હતા. ડેલ્ટા વાયરસમાં બે મ્યુટેશન થયા છે જેમાં એક ડેલ્ટા પ્લસ અને એવાયની ઓળખ થઇ છે.

ડેલ્ટાના બંને મ્યુટેશન ભારતમાં મળી આવ્યા છે. મીડિયા રિપોર્ટમા પૂના એનઆઈવીના તબીબને ટાંકીને રજૂ કરાયેલા અહેવાલ મુજબ, ભારતમાં ડેલ્ટા પ્લસ અને એવાય ૨ મ્યુટેશન બંને મળી આવ્યા છે. આ બંને મ્યુટેશન ખૂબ ગંભીર છે અને તેની અસર હજુ સુધી જાણી શકાઈ નથી.