- CAAને લઇને કેન્દ્ર સરકારે સંસદમાં આપ્યો જવાબ
- CAAના નિયમો તૈયાર થવામાં હજુ 6 મહિનાથી વધુ સમય લાગશે
- NRC પર હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી
નવી દિલ્હી: નાગરિકતા (સંશોધન) અધિનિયમ (CAA), 2019ને કાર્યાન્વિત થવામાં હજુ 6 મહિના કે તેનાથી વધુ સમય થઇ શકે છે. કેન્દ્ર સરકારે મંગળવારે સંસદમાં આ જાણકારી આપી હતી. આ ઉપરાંત નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝનને સમગ્ર દેશમાં રોલ-આઉટ પર હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. ગૃહ મંત્રાલય જે CAAના કાર્યાન્વ માટે નિયમોને તૈયાર કરી રહ્યું છે, તેણે લોકસભા કાયદા સમિતિ પાસેથી એપ્રિલ અને રાજ્યસભા સમિતિથી જુલાઇ સુધીનો સમય માંગ્યો છે.
ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, અધીન્સ કાયદો, લોકસભા તેમજ રાજ્યસભાની સમિતિએ CAA નિયમોને લાગુ કરવા માટે ક્રમશ:09.04.2021 અને 09.07.2021 સુધીનો સમય આપ્યો છે.
કોરોના વાયરસની મહામારીના કારણે એનપીઆરની વસતીગણતરી અને અપડેશનનું પ્રથમ ચરણ પણ સ્થગિત કરી દેવાયું છે.
આ ત્રીજી વાર છે જ્યારે ગૃહ મંત્રાલયે CAAના નિયમોને ફ્રેમ કરવા માટે વધુ સમય માંગ્યો છે. અધિકારીઓ અનુસાર પહેલો વિસ્તાર જુલાઈમાં અને બીજો ઓક્ટોબરમાં માંગવામાં આવ્યો હતો. સંસદીય પ્રક્રિયાઓ અનુસાર, સંબંધિત મંત્રાલયને પોતાના પ્રભાવી કાર્યાન્વયન માટે બિલ બનાવવાની 6 મહિનાની અંદર નિયમોને લાગુ કરવાના રહેશે.
મહત્વનું છે કે, ડિસેમ્બર 2019માં નાગરિકતા સંશોધન કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા. દિલ્હીના શાહીન બાગમાં તેને લઇને લાંબા સમય સુધી દેખાવો જોવા મળ્યા હતા.
(સંકેત)