Site icon Revoi.in

ઑક્સિજનની અછત વચ્ચે હવે વિશેષ શ્રેણીઓને છોડીને ઔદ્યોગિક ઓક્સિજન સપ્લાય બંધ

Social Share

નવી દિલ્હી: કોરોનોની બીજી લહેરમાં દેશભરમાં મેડિકલ ઑક્સિજનની સર્જાયેલી અછત વચ્ચે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે આગામી આદેશ સુધી ઔદ્યોગિક ઓક્સિજનની સપ્લાય બંધ રહેશે. જો કે વિશેષ શ્રેણીઓમાં છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત મેડિકલ ઓક્સિજનની અવરજવરમાં કોઇ વિધ્ન ના આવવું જોઇએ. મેડિકલ ઑક્સિજનની આંતરરાજ્ય અવરજવરમાં કોઇપણ પ્રકારનું વિધ્ન ના આવવું જોઇએ.

ગૃહ સચિવ તરફથી લખેલા લેટરમાં કહેવામાં આવ્યું છે કે, મેડિકલ ઑક્સિજનની ર્નિવિધ્ન આંતરરાજ્ય અવરજવર માટે સંબંધિત વિભાગોને પહેલા જ નિર્દેશ આપવામાં આવે. કોઇપણ ઓક્સિજન ઉત્પાદક કે સપ્લાયર પર કોઇ પ્રતિબંધ ના હોવો જોઇએ કે તે ઑક્સિજન ફક્ત તે રાજ્યને જ આપી શકે છે જ્યાં પ્લાન્ટ છે. શહેરોની અંદર મેડિકલ ઓક્સિજનવાળા વાહનોને કોઇપણ સમયે પ્રતિબંધ વગર ચાલવા દેવામાં આવે.

દેશમાં સતત વધી રહેલા કોરોના ગ્રાફ બાદ સુપ્રીમ કોર્ટે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ પર જાતે જ સંજ્ઞાન લીધી છે. સુનાવણી પછી કોર્ટે કેન્દ્ર સરકારે નોટિસ મોકલી છે અને કોરોના સામે લડવાનો એક્શન પ્લાન જણાવવા કહ્યું છે.

(સંકેત)