Site icon Revoi.in

ચીન સાથે સરહદી તણાવ વચ્ચે સંરક્ષણ બજેટમાં સામાન્ય વધારો

Social Share

નવી દિલ્હી: ભારતનો ચીન અને પાકિસ્તાન સાથે સરહદી તણાવ સતત વધી રહ્યો હોવા છતાં આ વખતે સંરક્ષણ ક્ષેત્ર માટેના બજેટમાં મામૂલી વધારો જોવા મળ્યો છે. સરકારે નાણાકીય વર્ષ 2021-22ના બજેટમાં રક્ષા ક્ષેત્રમાં સામાન્ય વધારો કરતા કુલ 4 લાખ 78 હજાર 195.62 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે જ્યારે ગત વર્ષે આ રૂપિયા 4 લાખ 71 હજાર 378 કરોડ રૂપિયા હતું.

સોમવારે નણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતા કહ્યું હતું કે રક્ષા ક્ષેત્ર માટે કુલ 4 લાખ 78 હજાર 95.62 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી 3 લાખ 37 હજાર 961.49 કરોડ રૂપિયા મહેસૂલ માટે તથા 1 લાખ 40 હજાર 234.13 કરોડ રૂપિયા મૂડી ખર્ચ માટે ફાળવવામાં આવ્યા છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે રક્ષા બજેટનું 1 લાખ 15 હજાર 850 કરોડ રૂપિયાનો ભઆગ પેન્શન માટે હશે. કુલ બજેટમાં લગભગ 7 હજાર કરોડ રૂપિયાનો સામાન્ય વધારો કરવામાં આવ્યો છે. જો પેન્શન માટે ફાળવાતી રકમને હટાવાય તો રક્ષા ક્ષેત્ર માટે બજેટ માત્ર 3 લાખ 63 હજાર કરોડ રૂપિયાની આસપાસ બચે છે.

દર વર્ષે વધી રહેલું ડિફેન્સ બજેટ

મહત્વનું છે ચીનની સાથે છેલ્લા 10 મહિનાથી ચાલી રહેલી તંગદિલી અને ગતિરોધ વચ્ચે એવું માનવામાં આવતું હતું કે આ વખતે સંરક્ષણ ક્ષેત્ર માટે વધુ રકમની ફાળવણી કરાશે તેમજ સારા નિયમ કરવામાં આવશે પરંતુ કોરોના મહામારીને જોતા આને વધારે વધારવામાં આવ્યું નથી.

(સંકેત)