Site icon Revoi.in

હવે આ રીતે પણ વેક્સિન માટે રજીસ્ટ્રેશન થઇ શકશે, સરકારે COWIN APP પર નવા નિર્દેશ જાહેર કર્યા

Social Share

નવી દિલ્હી: દેશમાં વેકસીનેશ પ્રક્રિયામાં વધુ સરળતા રહે તે માટે હવે સરકારે એક આ મહત્વનો નિર્ણય લીધો છે.

સમગ્ર દેશમાં વેક્સિનેશન અભિયાન ચાલી રહ્યું છે પરંતુ ઑનલાઇન રજીસ્ટ્રેશન વખતે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને વેક્સિનના બૂક સ્લોટ થતા નથી ત્યારે હવે વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશનને લઇને સરકારે ફેરફાર કર્યો છે. હવે ભારતનો પ્રત્યેક નાગરિક થર્ડ પાર્ટી એપ્સ દ્વારા પણ વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરી શકશે. ભારત સરકારે CoWin માટે નવા દિશા નિર્દેશ જાહેર કર્યા છે. જેના કારણે થર્ડ પાર્ટી એપ્સથી રજીસ્ટ્રેશન, શિડ્યુલિંગ અને વેક્સિન મેનેજમેન્ટ થઇ શકે તે માટેની મંજૂરી અપાઇ છે.

કેન્દ્ર સરકારના નિર્દેશ પ્રમાણે હાલ વેબસાઇટમાં પણ ફેરફાર કરાયા છે. જ્યાં થર્ડ પાર્ટી એપ્સના ડેવલપર્સને માત્રને માત્ર સ્લોટ ખાલી છે કે નહીં, તે વિશે જાણકારી મળી શકે છે અને તેના પરથી વેક્સિન લીધાનું પ્રમાણપત્ર પણ ડાઉનલોડ કરી શકાય તે માટેની સુવિધા પણ કરવામાં આવી છે.

કેન્દ્ર તરફથી આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો કે જ્યારે સમગ્ર દેશમાં કોરોનાની રસીની અછત સર્જાઇ રહી છે અને આ કારણે કોવિન વેબસાઇટ પર કોઈ વાર  સ્લોટ પણ બુક નથી થતાં. હવે આ નિર્ણય બાદ લોકોને થર્ડ પાર્ટી એપ્સ પર આ વેક્સિન સ્લોટ બુક કરવાની અનુમતિ મળી ગઈ છે.

હાલમાં જ સરકારે થર્ડ પાર્ટી એપ્સને અપોઇન્ટમેન્ટ ડેટાને અલગ કરવા માટે કોવિન માટે પબ્લિક એપીઆઈનું સંશોધન કર્યું, જેના કારણે હવે PAYTM અને હેલ્થીફાર્મસી જેવી એપ પર પણ કોરોનાની ઉપલબ્ધતા વિશે માહિતી મળશે.