Site icon Revoi.in

આજથી તમે ચૂંટણી કાર્ડની PDF કરી શકશો ડાઉનલોડ, જાણો વિગત

Social Share

નવી દિલ્હી: જો તમારી પાસે ચૂંટણી કાર્ડની હાર્ડ કોપી નથી તો પણ તમે ચિંતામુક્ત રહી શકો છો. આજથી તમે તેની સોફ્ટ કોપી ડાઉનલોડ કરી શકશો. આ સુવિધા એવી જ હશે જેવી આધાર કાર્ડ પર મળે છે. જે રીતે તમે UIDAIની વેબસાઇટ પરથી આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો, તે જ રીતે ચૂંટણી પંચની વેબસાઇટ પરથી ડિજીટલ વોટર આઇડી ડાઉનલોડ કરી શકશો. 25 જાન્યુઆરી એટલે કે રાષ્ટ્રીય મતદાન દિવસના દિવસે દેશભરમાં ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોલ ફોટો આઇડી કાર્ડની સુવિધા શરૂ કરાઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચૂંટણી પંચે બે તબક્કામાં આ સુવિધા શરૂ કરી છે. પહેલા તબક્કામાં એટલે કે 25 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી વચ્ચે, માત્ર નવા વોટર્સ એટલે કે જેમણે વોટર આઇડી કાર્ડ્સ માટે અરજી કરી છે અને જેમનો મોબાઇલ નંબર ચૂંટણીપંચ પાસે રજિસ્ટર્ડ છે, તેઓ ડિજીટલ વોટર આઇડી ડાઉનલોડ કરી શકશે.

ફેબ્રુઆરીથી તમામ વોટર્સ પોતાના આઈડીની ડિજિટલ કોપી ડાઉનલોડ કરી શકશે. શરત એટલી છે કે તેમનો મોબાઈલ નંબર ચૂંટણીપંચ સાથી લિંક હોવો જોઈએ. જેમનો મોબાઈલ નંબર કમિશન સાથે લિંક નથી, તેમણે ECને પોતાની ડિટેલ્સ રી-વેરિફાઈ કરવાની રહેશે અને મોબાઈલ નંબર લિંક કરવો પડશે. ત્યારે જ તેઓ વોટર આઈડી ડાઉનલોડ કરી શકશે.

આપને જણાવી દઇએ કે ડિજીટલ વોટર આઇડી કાર્ડ્સ પણ આધારની જેમ જ PDF ફોર્મેટમાં હશે, જેને Digilocker પર પણ સ્ટોર કરી શકશો. ડિજિટલ વોટર આઈડી કાર્ડ્સ પર એક સિક્ટોરિટી QR કોડ હશે જેમાં તસવીરો અને ડેમોગ્રાફિક્સ હશે જેથી તેની નકલ ના થઈ શકે.

જો તમારું અકાઉન્ટ ના હોય તો મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી દ્વારા તમારું અકાઉન્ટ બનાવી શકો છો. જેના માટે નીચે પ્રમાણેના સ્ટેપ કરવા પડશે.

– એકવાર અકાઉન્ટ બની જાય પછી લોગઈન કરીને ડીટેલ્સ એન્ટ કરીને લોગઈન કરો.
– તમને E-EPIC ડાઉનલોડનું ઓપ્શન દેખાશે. જેના પર ક્લિક કરવાથી PDF ફાઈલ ડાઉનલોડ થઈ શકશે.
– ડાઉનલોડની સુવિધા 25 જાન્યુઆરી સવારે 11.15 વાગ્યે ઉપલબ્ધ થશે.