- હવે તમે પણ લઇ શકશો પસંદગીની વેક્સિન
- આ માટે કોવિન પોર્ટલ પર કરવામાં આવ્યા ફેરફાર
- આ રીતે કરાવી શકશો રજિસ્ટ્રેશન
નવી દિલ્હી: સમગ્ર દેશમાં 1મેથી 18-44 વર્ષની વયજૂથના લોકો માટે રસીકરણ અભિયાન શરૂ થયું છે. જેના માટે યુવાવર્ગે સરકારના કોવિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. હવે જો તમે કોવિન પોર્ટલ પર રસીકરણ માટે નોંધણી કરો છો, તો તમને એક ચાર અંકનો પાસવર્ડ અથવા ઓટીપી મળશે. તમારે માત્ર આ ઓટીપીની ગુપ્ત રાખવો પડશે.
ભારતમાં 18-44 વર્ષની વયના લોકોએ રસીનો ડોઝ લેવા માટે કોવિન પોર્ટલ પર નોંધણી કરાવવી જરૂરી છે, પરંતુ નોંધણી દરમિયાન કેટલીક ભૂલો જોવા મળી રહી છે અને સરકાર હવે આ ભૂલો સુધારવા માટે કેટલાક ફેરફાર કર્યા છે. કેટલાક લોકોએ રસીકરણ માટે નોંધણી કરાવવા છતાં તેઓ કેટલાક કારણોસર જઇ નહોતા શક્યા તો એ લોકોને પણ રસી લેવાનો સંદેશો મળવા લાગ્યો હતો. હવે આ ભૂલો સુધારવા માટે કોવિન એપમાં સુધારા કરાયા છે.
હવે તમારે પહેલા કોવિન પોર્ટલ પર રસીકરણ માટે નોંધણી કરાવો છો ત્યારે પહેલા ચાર અંકનો પાસવર્ડ કે ઓટીપી મળશે. તમારે તેને સાચવીને રાખવો પડશે. ત્યારબાદ તમે વેક્સિનેશનલ માટે શેડ્યુલ નક્કી કરી શકો છો.
રસીકરણ કેન્દ્ર પર ગયા બાદ ત્યાં રસી આપનાર વ્યક્તિને આ કોડ પૂછવામાં આવશે. જો કે રસી આપનાર સ્ટાફને આ ઓટીપી વિશે જાણ કરવાની રહેશે નહીં.
તમે જે કોડ રજૂ કરશો તે રસીકરણ કેન્દ્રના કર્મચારીઓ દ્વારા કોવિન પોર્ટલ પર મૂકાશે, ત્યારબાદ તમને કોવિશીલ્ડ અથવા કોવેક્સિન પસંદ કરવાની સ્વતંત્રતા મળશે.
હવે કોવિન પોર્ટલ પર મુખ્ય ડેશબોર્ડ પર નોંધણી માટે પિનકોડ તેમજ જીલ્લાનું નામ પ્રવેશ કરતા જ 6 નવા વિકલ્પો ખુલશે.
આ છ વિકલ્પો ખુલશે
- વય 18+
2. ઉંમર 45+
3. કોવિશિલ્ડ
4. કોવેક્સિન
5. મફત
6 પેઇડ
આ વિકલ્પોમાં તમે, તમારી સુવિધા અનુસાર વિકલ્પ પસંદ કરી શકો છો.
નોંધનીય છે કે કોવિનમાં આ પરિવર્તન પહેલા રસી લીધા પછી, તમને સંદેશ મળતો હતો. આ પછી, તમે જાણી શક્યા કે તમને કઈ રસી લાગુ કરવામાં આવી છે. પરંતુ આ નવા પરિવર્તન સાથે તમને બધી માહિતી પહેલાથી મળી જશે.
(સંકેત)