OMG: ભારતની આ નદીની રેતીમાંથી મળે છે સોનું, લોકો સવાર પડતા જ સોનું શોધવા લાગે છે
- વાંચો એક એવી નદી વિશે જ્યાંથી નીકળે છે સોનું
- સ્થાનિક લોકો સવારે ઉઠીને આ નદીની રેતી ખોદીને સોનું શોધે છે
- ભારતના ઝારખંડના રત્નગર્ભામાં સુબર્ણરેખા નામે આ નદી પ્રચલિત છે
અમદાવાદ: આજે અમે તમને એક એવી નદી વિશે વાત કરીશું કે જેના વિશે સાંભળીને તમે પણ અચંબામાં પડી જશો. ઘણા ઓછા લોકો જાણતા હશે કે, ભારતમાં એક એવી નદી છે, જેની રેતીમાંથી સોનું નીકળે છે.
ભારતના ઝારખંડના રત્નગર્ભામાં સુબર્ણરેખા નામે આ નદી પ્રચલિત છે અને સ્થાનિક લોકો સવારે ઉઠીને સોનાની શોધખોળમાં લાગી જાય છે અને તે ઉપરાંત આ જ સોનું વેચીને ઘરનું ગુજરાન ચલાવે છે.
ભારતની આ નદીમાંથી સોનું નીકળે છે. આ નદીની રેતીમાંથી વર્ષોથી સોનું કાઢવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો રેતીમાંથી સોનું કાઢીને ગુજરાન ચલાવે છે. આ નદી ઝારખંડના રત્નગર્ભામાં સુબર્ણરેખાથી જાણીતી છે.
આ નદી ઝારખંડ, પશ્વિમ બંગાળ અને ઓરિસ્સાના કેટલાક વિસ્તારોમાં વહે છે. સુબર્ણરેખા અને તેની સહાયક નદી કરકરીમાં સોનાનાં કણો જોવા મળે છે. ત્યારે સ્થાનિક લોકો અનુસાર, સોનાનાં કણ કરકરી નદીમાંથી વહીને સુબર્ણરેખા નદી સુધી પહોંચે છે.
નોંધનીય છે કે, તમને જાણીને નવાઇ લાગશે કે વિશ્વમાં એક એવી જગ્યા છે જ્યાં કાદવમાંથી સોનું મળે છે. થાઇલેન્ડની એક નદી જ્યાં કાદવમાંથી સોનું મળે છે અને સ્થાનિક લોકો સવારે ઉઠીને નદી કિનારે જઇને સોનાની શોધખોળ કરવામાં લાગી જાય છે.