PM મોદીના જન્મદિવસની ઉજવણી 3 સપ્તાહ ચાલશે, 14 કરોડ રાશન બેગનું વિતરણ અને પાંચ કરોડ પોસ્ટકાર્ડ લખાશે
- પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી 3 સપ્તાહ ચાલશે
- આ દરમિયાન 14 કરોડ રાશન બેગનું વિતરણ કરાશે
- થેન્ક્યુ મોદીજી લખેલા 5 કરોડ પોસ્ટ કાર્ડ મોકલાશે
નવી દિલ્હી: પીએમ મોદીનો આગામી 17મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે ત્યારે ભાજપે આ નિમિત્તે ત્રણ સપ્તાહ સુધી જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.
તેમના જન્મદિવસના ભાગરૂપે 17 સપ્ટેમ્બરથી 17 ઑક્ટોબર સુધી અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે. 14 કરોડ રાશન બેગ વહેંચાશા તેમજ દેશભરમાંથી થેન્ક્યુ મોદીજી લખેલા 5 કરોડ પોસ્ટ કાર્ડ મોકલાશે.
દેશભરમાં 17 વિસ્તારોમાં નદીઓને સ્વચ્છ કરવાનું કામ હાથ ધરાશે અને સોશિયલ મીડિયા પર હાઇ પ્રોફાઇલ કેમ્પેન પણ હાથ ધરાશે. સરકારના કોરોના વેક્સિનેશન અભિયાનને પણ વેગ આપવા પ્રોજેક્ટ કરાશે. પીએમ મોદીના જીવન પર ભાજપ સેમિનારનું આયોજન કરશે.
આપને જણાવી દઇએ કે ગત વર્ષે પણ ભાજપે એક સપ્તાહ સુધી પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરી હતી. જો કે આ વખતે ઉજવણીનો વ્યાપ વધારાશે તેમજ ત્રણ સપ્તાહ સુધી આ અભિયાનને સેવા અને સમર્પણ અભિયાન નામ આપવામાં આવ્યું છે.
નોંધનીય છે કે વર્ષ 2014 બાદથી ભાજપના દરેક રાજકીય અભિયાનોમાં પીએમ મોદી જ મુખ્ય ચહેરો રહ્યા છે. ભાજપે હવે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરીને લોકો સુધી પહોંચવાનું નક્કી કર્યું છે.