જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા 3 વર્ષમાં 400 એન્કાઉન્ટર, 630 આતંકવાદીઓનો ખાત્મો બોલાવાયો
- જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા 3 વર્ષમાં 400 એન્કાઉન્ટર થયા
- આ એન્કાઉન્ટરમાં 630 આતંકીઓનો ખાત્મો બોલાવાયો
- જ્યારે 85 સુરક્ષા જવાનો શહીદ થયા
નવી દિલ્હી: છેલ્લા ત્રણ વર્ષોમાં જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે 400 એન્કાઉન્ટર થયા હતા જેમાં 85 સુરક્ષા જવાનો શહીદ થયા હતા. જ્યારે 630 આતંકીઓનો ખાત્મો બોલાવાયો હતો. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
પ્રાપ્ત જાણકારી અનુસાર આ એન્કાઉન્ટરમાં 85 સુરક્ષા જવાનો શહીદ થયા હતા જ્યારે 630 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, સરકારે આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે તેની સામે કાયદાનો કડક અમલ કરો. આ સાથે, ઘેરાબંધી અને સર્ચ ઑપરેશનમાં વધારો જેવા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.
આતંકવાદીઓને પ્રોત્સાહન આપવા સામેની કાર્યવાહી ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે સુરક્ષા દળો પણ આતંકવાદીઓને મદદ કરવાનો પ્રયાસ કરનારાઓ પર કડક નજર રાખે છે અને તેમની સામે કાર્યવાહી કરે છે.
તેમણે કહ્યું હતું કે સરહદ પારથી પ્રાયોજિત અને સમર્થિત આતંકવાદી હિંસાથી જમ્મુ -કાશ્મીર પ્રભાવિત થયું છે. તાજેતરમાં જ જમ્મુ -કાશ્મીરમાં શનિવારે સવારે સુરક્ષાદળોએ પુલવામામાં એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓને ઠાર કર્યા હતા. આ એન્કાઉન્ટર પુલવામાના નાગબેરન-તરસર જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો વચ્ચે થયું હતું. સેના અને પોલીસને મોટી સફળતા મળી છે.
આઈજીપી કાશ્મીરના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા આતંકવાદી લોમ્બ આ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. બીજા આતંકીની ઓળખ થઈ રહી છે. આઈજીપી કાશ્મીરે સેના અને કાશ્મીર પોલીસને અભિનંદન આપ્યા છે.